Aapnu Gujarat
ગુજરાત

ગોધરામા કોંગ્રેસના કાર્યકરો દ્વારા માસ્કનુ વિતરણ

વિજયસિંહ સોલંકી , ગોધરા

ગોધરા શહેરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના યુવાનેતા અને સાસંદ રાહૂલ ગાંધીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી.કોરોનાની મહામારીમાં પોતાના જીવને જોખમમા મૂકીને સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવનારા ડોકર્ટસ,નર્સ,સહિતના અન્ય સ્ટાફે ફરજ બજાવી હતી.પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કોરોના વોરિર્યસનુ બિરૂદ પામેલા ડોકટર્સ,નર્સ,અન્ય ફરજ બજાવતા વહિવટી કર્મચારીઓનૂ સાલ બૂકે આપીને સન્માન કરવામા આવ્યુ હતૂ.કોંગ્રેસના કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાની મહામારીને અનૂસરીને માસ્કનુ વિતરણ કર્યુ હતૂ.આ ઉજવણી કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, ગોધરા શહેર પ્રમુખ મ્યું. સભ્ય સિદ્દીક ડેની,પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તીજોરી વાલા, દક્ષેશ પટેલ, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ મીકી જોસેફ સહિત શહેર જીલા કોંગ્રેસ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, શુભેચ્છકોએ જોડાઈ કોંગ્રેસના યુવાનેતા રાહુલ ગાંધીનો જન્મદિવસ સાદાઈ અને સદભાવનાથી ઉજવ્યો હતો

Related posts

ગુજરાત કોંગ્રસ : અમિત ચાવડા સામે આંતરિક બળવાના સાફ સંકેતો

aapnugujarat

નાગરિકોને સોશ્યલ મીડિયાના માધ્યમથી  અફવાઓ ન ફેલાવવા તથા અફવાઓથી ન ગભરાવા નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલની અપીલ

aapnugujarat

કરણેટ ગામનાં લોકોએ રેત માફિયા સામે હલ્લાબોલ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1