Aapnu Gujarat
રમતગમત

ઇંગ્લેંડ સામે બે ટેસ્ટ રમીને ન્યુઝીલેન્ડ ફાયદાની સ્થિતીમાં હશે, પણ અમે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું : પુજારા

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ પર હવે વિશ્વભરની નજરો ટકેલી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથમ્પ્ટનમાં ફાઇનલ મેચ રમાનારી છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ પણ ઇંગ્લેંડને ટેસ્ટ શ્રેણીમાં હરાવીને આત્મવિશ્વાસ ભરી ચૂકી છે. જેનો ફાયદો બ્લેક કેપ્સ ટીમ ને ફાઇનલ મેચમ મળી શકે છે. ભારતના ટેસ્ટ સ્પેશિયાલીસ્ટ બેટ્‌સમેન ચેતેશ્વર પુજારા માને છે, બે ટેસ્ટની રમત કીવીને ફાયદાકારક રહેશે. જાેકે પુજારાએ કહ્યુ, ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે.
પુજારા એ કહ્યુ, ફાઇનલ પહેલા બે ટેસ્ટ મેચ રમીને, તે (ન્યુઝીલેન્ડ) સ્વાભાવિક ફાયદાની સ્થિતીમાં હશે. જાેકે વાત જ્યારે ફાઇનલની આવે છે તો, અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. અમને ખ્યાલ છે કે, અમારી ટીમમાં સારુ પ્રદર્શન કરવાની અને ચેમ્પિયનશીપ જીતવાની ક્ષમતા ધરાવે છે.
તેણે કહ્યું, એટલા માટે જ અમે તેને લઇ ચિંતીત નથી, અમને તૈયારીઓ માટે જે ૧૦-૧૨ દિવસનો સમય મળ્યો છે. જેમાં અમે ફોકસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે એક પ્રેકટીશ મેચ રમીને અમારી પાસે ઉપલબ્ધ બાબતોનો શ્રેષ્ઠ ઉપયોગનો પ્રયાસ કરીશુ. જાે અમે આ દિવસોનો યોગ્ય ઉપયોગ કરી શક્યા તો મને લાગે છે કે, અમારી ટીમ ફાઇનલમાં પડકાર માટે તૈયાર રહેશે.
પુજારાએ કહ્યું, ખેલાડીઓ માટે સૌથી વધારે પડકાર ઇંગ્લેંડના હવામાનને અનુકૂળ થવાનુ છે. અહીં એક જ દીવસમાં અલગ અલગ સ્થિતીમાં રમવુ બેટ્‌સમેન માટે વધારે પડકારજનક છે. કારણ કે જ્યારે વરસાદ વરસે ત્યારે તમારે મેદાનની બહાર જવુ પડે છે. ત્યારબાદ અચાનક વરસાદ રોકાઇ જાય છે અને ફરીથી રમત રમવાની. પુજારાએ આઇસીસી ડબલ્યુટીસી ફાઇનલમાં માટે ક્વોલીફાઇ થવુ ભારતીય ટીમના માટે વિશેષ ઉપલબ્ધી ગણાવી છે. તેણે કહ્યુ, વ્યક્તિગત રુપે આ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. કારણ કે હું, ફક્ત આ એક જ ફોર્મેટને રમી રહ્યો છુ. સાથે જ ક્રિકેટમાં આ એક સૌથી વધારે પડકારજનક ફોર્મેટ છે. અહી સુધી પહોંચવા માટે અમે એક ટીમના રુપમાં ખૂબ મહેનત કરી છે. પુજારા એ ૮૫ ટેસ્ટ રમી ૬૨૪૪ રન કર્યા છે.

Related posts

एशेज सीरीज : स्मिथ के शतक ने कंगारुओं को संकट से उबारा

aapnugujarat

टोक्यो ओलंपिक खेलों की मशाल रिले 25 मार्च से शुरू होगी

editor

नीता अंबानी ने देश में आईएसएल की वापसी का स्वागत किया

editor

Leave a Comment

UA-96247877-1