Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ભંગાણના સંકેત : એકલું પડ્યું કાૅંગ્રેસ

એવું લાગી રહ્યું છે કે મહાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. રાષ્ટ્રવાદી કાૅંગ્રેસ પાર્ટી અને શિવસેનાની વચ્ચે સતત મનમેળ વધી રહ્યો છે, જ્યારે કાૅંગ્રેસ આ ગઠબંધનમાં ખૂદને એકલું-અટલું અનુભવી રહ્યું છે. આનું તાજું ઉદાહરણ છે કાૅંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું એ નિવેદન જેમાં તેમણે આવનારી તમામ ચૂંટણીઓ એકલા લડવાની વાત કહી છે. પટોલેએ કહ્યું છે કે કાૅંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી લઇને વિધાનસભા ચૂંટણી સુધી અત્યારે એકલું લડશે.
અમરાવતીના તિવાસામાં શનિવારના કાૅંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે પૂછ્યું કે, “શું તમે નાના પટોલેને ૨૦૨૪માં સીએમ બનાવવા નથી ઇચ્છતા?” તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૪માં કાૅંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, ભલે કોઈ લાખવાર પ્રયત્ન કરી લે, પરંતુ તે કાૅંગ્રેસને સાઇડલાઇન નહીં કરી શકે. નાના પટોલેએ સાથે જ કહ્યું કે, “હું કાૅંગ્રેસનો રાજ્ય પ્રમુખ છું, આ કારણે હું મારી પાર્ટીની વાત જણાવીશ. મને નથી ખબર કે તેમણે (શરદ પવાર) શું કહ્યું? પરંતુ કાૅંગ્રેસે એ સ્પષ્ટ કરી દીધું છે કે અમે તમામ સ્થાનિક ક્ષેત્રોમાં એકલા લડીશું. આમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી બંને છે. શું તમે નાના પટોલેને સીએમ બનતા જાેવા નથી ઇચ્છતા?”.
ઉલ્લેખનીય છે કે શરદ પવારે બે દિવસ પહેલા શિવસેનાની પ્રશંસા કરી હતી. આ મુદ્દા પર પટોલે ઘણા જ નારાજ જાેવા મળ્યા. તેમણે કહ્યું કે, “કાૅંગ્રેસ એક અસલી પાર્ટી છે. આ મુદ્દે અમને કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. જાે અમને કોઈ સાઈડલાઈન કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો એ તેવું નહીં કરી શકે. કાૅંગ્રેસ ૨૦૨૪ની ચૂંટણીમાં ટૉપ પર રહેશે.” પટોલેએ આ દરમિયાન કોરોનાના મુદ્દા પર કેન્દ્ર સરકારને પણ ઘેરવાનો પ્રયત્ન કર્યો.
બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારથી જ અફવાઓનું બજાર ગરમ છે. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેના નિવેદનથી અફવાઓને વધુ બળ આપવામાં આવ્યું હતું, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જલ્દી બદલાવ જાેવા મળી શકે છે.
જણાવી દઈએ કે રામદાસ આઠવલેએ એમ કહીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા કે શિવસેના અને ભાજપ અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રી પદ શેર કરી શકે છે અને મહારાષ્ટ્રમાં જલ્દીથી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન થઈ શકે છે. રામદાસ આઠવલેના આ નિવેદન પછી હવે સંજય રાઉતે નિવેદન આપતાં કહ્યું છે કે શિવસેનાને મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે. આમાં પરિવર્તનની કોઈ આશા નથી.
સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર ‘સામના’ માં લખેલી તેમની ‘રોખઠોક’ કોલમમાં આ સમગ્ર મુદ્દાની વિગતવાર ચર્ચા કરી છે. સામનામાં પ્રકાશિત લેખ દ્વારા કહેવામાં આવ્યું છે કે શિવસેનાને પાંચ વર્ષ માટે મુખ્ય પ્રધાનપદનું વચન આપવામાં આવ્યું છે. અત્યારે, એવી કોઈ શક્યતા નથી કે પરિવર્તનની કોઈ સંભાવના હોય. લેખમાં કહેવામાં આવ્યું છે કે ભાજપે ચૂંટણી પૂર્વે શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવાનું વચન આપ્યું હતું પરંતુ બાદમાં તેનું પાલન થયું નથી. આ પીડા પછી શિવસેનાએ નવી સરકાર બનાવી.
સંજય રાઉતે લખ્યું છે કે મુખ્ય પ્રધાન પદ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને આશ્વાસન મળવવાની સંભાવના નહિવત્‌ છે. આનું મોટું કારણ એ છે કે મુખ્યમંત્રીની ખુરશીને લઈને જ બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. બંને નેતાઓની બેઠક બાદ જે પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે તે સંપૂર્ણપણે ગૌણ છે. મહારાષ્ટ્રમાં હાલની સરકાર વચ્ચે ઉત્તમ સમન્વય છે. સીએમ ઉદ્ધવ ઠાકરેના કામમાં કોંગ્રેસ-એનસીપીના નેતાઓ દખલ દેતા નથી. મુખ્યમંત્રી તેમના તમામ ર્નિણયો જાતે લે છે. હાલમાં આ વ્યવસ્થાને કોઈ ખતરો નથી.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ કાૅંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે પોતાના સહયોગી દળ શિવસેનાની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, તેના પર ભરોસો કરી શકાય છે. પવારે કહ્યું કે, “શિવસેના એવું દળ છે જેના પર ભરોસો કરી શકાય છે. બાલાસાહેબ ઠાકરેએ ઇન્દિરા પ્રત્યે પોતાના વચનનું સન્માન કર્યું હતુ. સરકાર પોતાનો કાર્યાકાળ પૂર્ણ કરશે અને આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરશે.”

Related posts

મિઝોરમ અને મધ્યપ્રદેશમાં આજે મતદાન

aapnugujarat

તેજપ્રતાપ ઘાઘરા-ચોળી પહેરીને રાધા બનતા હતા : ઐશ્વર્યા

aapnugujarat

Pakistani drone entered into Indian territory, Security agencies alerts

aapnugujarat

Leave a Comment

UA-96247877-1