Aapnu Gujarat
રાષ્ટ્રીય

જુઠ અને ફાલતુ નારા માટે મોદી સરકાર પાસે છે એક મંત્રાલય : રાહુલ

કોરોના રોગચાળા વચ્ચે કોંગ્રેસ પાર્ટી અને તેમા ખાસ રાહુલ ગાંધી કેન્દ્ર પર સતત આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કોરોનાથી મોતની સંખ્યા છુપાવવા બદલ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્‌વીટ કરીને પૂછ્યું, ‘ભારત સરકારનું સૌથી કાર્યક્ષમ મંત્રાલય કયું છે?’ આ જ ટિ્‌વટમાં તેમણે વધુમાં લખ્યું કે, ‘જુઠ અને ફાલતુ નારા લગાવનાર ગુપ્ત મંત્રાલય.’
દેશમાં આજે કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે. દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે દેશ માટે એક રાહતનાં સમાચાર છે. આ વચ્ચે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કરવાનુ બંધ કર્યુ નથી. આપને જણાવી દઇએ કે, શનિવારે રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર કોરોના મહામારી, વધતી મોંઘવારી અને દેશમાં બેકાબૂ બેરોજગારીને લઈને ટીકા કરી હતી. રાહુલે ટ્‌વીટમાં લખ્યું છે કે, મહામારી, મોંઘવારી, બેકારી, જે તમામ જાેઇને પણ મૌન બેઠા છે, દેશની જનતા તેને જાણે છે- જવાબદાર કોણ. એટલું જ નહીં, ૧૧ જૂને રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે તેઓ સત્યથી, સવાલોથી, કાર્ટૂનથી- તે તમામથી ડરે છે.
આ અગાઉ કોંગ્રેસનાં નેતાએ માંગણી કરી હતી કે ઓનલાઇન નોંધણી વિના રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતા દેશનાં દરેક નાગરિકને રસી આપવામાં આવે. રાહુલે ટ્‌વીટમાં લખ્યું છે કે, “રસી માટે ઓનલાઇન નોંધણી પૂરતું નથી. રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતા દરેકને તેનો લાભ મળવો જાેઈએ. જેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, જેમની પાસે ઇન્ટરનેટ નથી, તેઓને પણ જીવવાનો અધિકાર છે.” દરરોજ બે-ત્રણ ટ્‌વીટ કરીને રાહુલ ગાંધી કોરોના રોગચાળા, બેકારી, અર્થતંત્રનાં મુદ્દા પર કેન્દ્રને ઘેરવાનો પૂરો પ્રયત્ન કરે છે. આ સિવાય કોંગ્રેસનાં અન્ય નેતાઓ પણ જુદા જુદા મુદ્દાઓ પર કેન્દ્રને ઘેરી લેવાની કોઈ તક છોડતા નથી.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડ વિધાનસભાનાં વિપક્ષી નેતા ઇન્દિરા હૃદયેશનું આજે એટલે કે રવિવારે અવસાન થયું છે. તે કોંગ્રેસની બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવવાનાં હતા, પરંતુ હાર્ટ એટેક આવતાં તેમનું મોત નીપજ્યું હતું. કોંગ્રેસનાં નેતા અને સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઇન્દિરા હૃદયેશનાં નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

Related posts

धनशोधन मामले में आत्मसमर्पण की पी चिदंरबम की याचिका कोर्ट ने की खारिज

aapnugujarat

મધ્યપ્રદેશમાં પૂરથી સ્થિતિ બની બેકાબૂ

editor

कुपवाड़ा में 3 आतंकी ढेर

editor

Leave a Comment

UA-96247877-1