Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકી ચારની મૂડી ૬૧,૯૩૧ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્તરીતે ૬૧૯૩૧ કરોડનો ઘટાડો થયો છે. આઇટીસીને સૌથી મોટો ફટકો પડ્યો છે. તેની માર્કેટ મુડીમાં આ સપ્તાહમાં ૫૮૯૦૨.૫૪ કરોડનો ફટકો પડ્યો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન આઇટીસી, એચડીએફસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. જ્યારે આરઆઇએલ, ટીસીએસ, એચડીએફસીબેંક અને એચયુએલ, ઇન્ફોસીસ અને ઓએનજીસીની માર્કેટ મુડીમાં સંયુક્તરીતે ૫૪૮૯૯.૫૯ કરોડનો વધારો થયો છે. જો કે આ મુડી ચાર કંપનીઓને થયેલા સંયુક્ત નુકસાન કરતા ઓછો આંકડો છે. છેલ્લા સપ્તાહમાં ટોપ ટેન કંપનીઓ પૈકી આઇટીસીની માર્કેટ મુડી ૫૮૯૦૨.૫૪ કરોડ સુધી ઘટીને ૩૫૦૮૬૮.૪૭ કરોડ થઇ ગઇ છે. એસબીઆઇની માર્કેટ મુડીમાં ૧૦૭૯.૦૧ કરોડનો ઘટાડો થયો છે. જેથી તેની માર્કેટ મુડી હવે ઘટીને ૨૫૦૬૩૧.૫૮ કરોડ થઇ ગઇ છે. બીજી બાજુ એચડીએફસીની માર્કેટ મુડી ૧૦૬૭.૨૪ કરોડ ઘટીને ૨૬૧૪૮૯.૪૧ કરોડ થઇ ગઇ છે. મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં ૮૮૨.૦૭ કરોડનો ઘટાડો થતા તેની માર્કેટ મુડી હવે ૨૬૧૪૮૯.૪૧ કરોડ થઇ ગઇ છે. બીજી બાજુ જે કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે તેમાં આરઆઇએલનો સમાવેશ થાય છે. આરઆઇએલની માર્કેટ મુડી ૧૭૯૩૩.૩૨ કરોડ સુધી વધીને ૫૧૫૭૯૦.૩૯ કરોડ સુધી પહોંચી ગઇ છે. ટીસીએસની માર્કેટ મુડી આ ગાળા દરમિયાન ૧૭૬૩૦.૫૯ કરોડ વધતા તેની માર્કેટ મુડી હવે વધીને ૪૭૬૮૨૯.૯૦ કરોડ થઇ ગઇ છે. જ્યારે ઓએનજીસીની માર્કેટ મુડી ૭૬૯૯.૯૪ કરોડ સુધી વધીને ૨૧૧૧૭૦.૮૮ કરોડ સુધી પહોંચી ગઇ છે. એચડીએફસીની માર્કેટ મુડી ૫૭૫૨.૬૨ કરોડ સુધી વધીને ૪૩૮૪૨૨.૪૧ કરોડ થઇ ગઇ છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની માર્કેટ મુડી ૪૦૮૦.૦૨ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મુડી વધીને હવે ૨૫૦૭૬૪.૦૪ કરોડ સુધી વધી ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મુડી હવે વધીને ૨૨૫૦૭૭.૬૧ કરોડ ઇ ગઇ છે. ટોપ રેન્કિંગની વાત માર્કેટ મુડીની દ્રષ્ટિએ કરવામાં આવે તો હવે આરઆઇએલ પ્રથમ સ્થાને છે. તે હવે ટીસીએસથી ખુબ આગળ છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં આઠ પોઇન્ટનો નજીવો સુધારો થયો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૨૯ પોઇન્ટનો સુધારો થયો હતો.

Related posts

ग्राहक अनुभव सर्वे में अमेजन, डी-मार्ट सबसे आगे

editor

होम लोन वृद्धि पिछले 3 साल के न्यूनतम स्तर पर आने का अनुमान

aapnugujarat

સેંસેક્સ ૩૭૯ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1