Aapnu Gujarat
Uncategorized

અઝહર કીટલી ભરૂચથી ઝડપાયો

ગુજરાત એટીએસે જુહાપુરાના કુખ્યાત આરોપી અઝહર ઉર્ફે કીટલી ની ભરૂચમાંથી ધરપકડ કરી છે. આરોપી ભરૂચમાં બંગલો રાખી રહેતો હતો અને ગુનાઓને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસે થી ૧ તમંચા, ૧ પીસ્ટલ અને કાર્ટુસ પણ મળી આવ્યા છે.
એટીએસ ની ગિરફતમાં આવેલો આ આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો પરંતુ ગુજરાત એટીએસે બાતમીના આધારે તેની ધરપકડ કરી લીધી છે.નોંધનીય છે કે, આરોપી સિમ વગરનું મોબાઈલ ઉપયોગ કરતો હતો. આરોપીએ પોતાના ભાઈ સાથે મળી એક ગેંગ બનાવી હતી અને જે ગેંગ લોકોને ધમકાવીને ખંડણી વસુલ કરવાનું કામ કરતી હતી.
વેજલપુરના ૩થી વધુ ગુનામાં આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમાં મારામારી, ધમકી અને ફાયરિંગ જેવા ગુનાઓ સામેલ છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અત્યાર સુધીમાં ૨૫થી વધુ ગુનાઓને અંજામ આપી ચુક્યો છે અને જેમાં અનેક ગુનાઓમાં તેની ધરપકડ કરવામાં આવી છે, તો કેટલાક ગુનાઓમાં તે ફરાર હતો.
આરોપી પોલીસ ઉપર હુમલો કરવાના ટેવ વાળો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, થોડા સમય પહેલા આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી સાતેજમાં ૧.૫ કરોડની લૂંટ કરી હતી અને સાથે સાથ વેજલપુરમાં એક ફરિયાદી એ તેના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી તો તેને પણ ફરિયાદ પાછી લેવા ની ધમકી આપી ૫૦ લાખની માંગણી કરી હતી.આ સિવાય પણ અનેક ગુનાઓમાં તે ફરાર હોવાનું સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે, આરોપી પાસેથી હથિયાર મળી આવ્યા છે, જેથી તે કોઈ ગુનાને અંજામ આપવાનો હોય તેવી વાત સામે આવી રહી છે, જેથી પોલીસે તેની હાલ આર્મ્સ એક્ટમાં ધરપકડ કરી અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે.

Related posts

લીંબડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરપાલસિંહ કોરોના પોઝિટવ

editor

ભાવનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટ કરાયા

editor

एनएस-८इ के पोरबंदर-द्वारका सेक्शन को फोर लेन की मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1