Aapnu Gujarat
શિક્ષણ

જેઇઇ (એડવાન્સ), ૨૦૨૧ પરીક્ષા મોકૂફ

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ૩ જુલાઇના રોજ લેવાનાર જેઇ્રૂએડવાન્સ)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેમ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી(આઇઆઇટી), ખડગપુરે એક નિવેદનમાં જણાવ્યું છે.
આઇઆઇટી, ખડગપુરે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૩ જુલાઇ, ૨૦૨૧ના રોજ લેવાનાર જેઇ્રૂએડવાન્સ), ૨૦૨૧ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.આ પરીક્ષાની નવી તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં જેઇઇ (એડવાન્સ) માટેની ત્રણ સભ્યોની બનેલી કમિટીએ આઇઆઇટી, ખડગપુરમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં પરીક્ષા લેવી કે નહીં તે અંગે વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે જેઇ્રૂએડવાન્સ)ની પરીક્ષાની તારીખ બદલવી પડશે કારણકે જેઇ્રૂમેઇન) પરીક્ષા લેવા માટે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે અને જેઇ્રૂએડવાન્સ)ની પ્રક્રિયા શરૂ કરવા માટે જેઇ્રૂમેઇન) પરીક્ષાના પરિણામની જરૂર પડે છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે પરીક્ષાની તારીખ અંગે તે જેઇઇ એડવાન્સની વેબસાઇટ જોતા રહે.

Related posts

શાળાઓ ખોલવા અંગે હાલ કોઈ વિચાર નથી ઃ મુખ્યમંત્રી

editor

विभिन्न विद्याशाखा में प्रवेश के लिए युनिवर्सिटी द्वारा मार्गदर्शन कार्यक्रम

aapnugujarat

સિવિલ સર્વિસ એક્ઝામમાં મોટાપાયે ફેરફાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1