Aapnu Gujarat
રમતગમત

પ્રભાસ ફિલ્મ ’મિશન ઈમ્પોસિબલ-૭’માં જોવા મળશે..!

હાલમાં સો.મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેણે ભારે ચર્ચા જગાવી છે. કારણકે આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ બાહુબલીથી દુનિયાભરમાં લાઈમલાઈટમાં આવેલો તેલુગૂ સુપરસ્ટાર પ્રભાસ આગામી સમયમાં હોલિવુડની ફિલ્મમાં જોવા મળશે. આ હોલિવુડ ફિલ્મમાં તેઓ કોના સાથે કામ કરશે, તે જાણી તમે પણ ઉત્સાહિત થઈ જશો.
ફિલ્મ બાહુબલીએ સફળતાના એવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે જેના કારણે પ્રભાસ હવે ભારતના જાણીતા સુપરસ્ટાર્સની હરોળમાં સામેલ થઈ ગયો છે. ભારતમાં જો આ સમયે સૌથી પ્રખ્યાત સ્ટાર્સની વાત કરીએ તો તેમાં તેલુગૂ સુપરસ્ટાર પ્રભાસનું નામ જરૂરથી લેવામાં આવે છે. ’બાહુબલી’ની સફળતા બાદ પ્રભાસની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચી ચુકી છે. હાલના રિપોર્ટની વાત કરીએ તો પ્રભાસ હોલિવુડની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ-૭માં સુપરસ્ટાર ટોમ ક્રૂઝ સાથે જોવા મળશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. સોશલ મીડિયા પર પણ આ પ્રકારના સમાચારોને લઈને એક પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છેકે, પ્રભાસ ટોમક્રૂઝ સાથે મિશન ઈમ્પોસિબલની નેક્ટ સિરિઝમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
સો.મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રભાસ મિશન ઈમ્પોસિબલ ૭માં મોટો રોલ ભજવી શકે છે. જો કે પ્રભાસ અથવા મિશન ઈમ્પોસિબલની ટીમ તરફથી આ પ્રકારની કોઈ પણ ખબરની પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ’મિશન ઈમ્પોસિબલ ૭’ના ડિરેક્ટર ક્રિસ્ટોફર મૈકેરીએ આ વાતની પુષ્ટિ કરી છે કે પ્રભાસ તેમની ફિલ્મમાં જોવા મળશે. એક ઇન્ડિયન ફેન હોવાને નાતે આપણે તો એવી જ આશા રાખીએ કે આ સમાચારો સાચા હોય અને આપણો બાહુબલી હોલીવુડની ફિલ્મમાં જઈને ધૂમ મચાવે.

Related posts

विराट से सलाह के बाद सीएसी करेगी नए कोच का एलान : गांगुली

aapnugujarat

આજે રાજસ્થાન – પંજાબ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે

aapnugujarat

અન્ડર-૧૯ : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ફાઇનલ જંગ ખેલાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1