Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

અન્ડર-૧૯ : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ફાઇનલ જંગ ખેલાશે

કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમ આઈસીસી અન્ડર-૧૯ વિશ્વકપની ફાઈનલ મેચમાં આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય અન્ડર-૧૯ ટીમની નજર ચોથી વખત તાજ જીતીને ઇતિહાસ રચવાની રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા અન્ડર-૧૯માં બે સૌથી સફળ ટીમો છે. બંને ટીમો ૩-૩ વખત ટ્રોફી જીતી ચુકી છે. દ્રવિડની યુવા બ્રિગેડ ફાઈનલ મેચમાં ટકરાશે ત્યારે તેમની પાસે રેકોર્ડ ચોથી વખત તાજ જીતીને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડવાની તક રહેશે. ભારતીય ક્રિકેટ ટીમના ભાવિ સ્ટાર પૃથ્વી શા જો એમ કરી શકશે તો ભારતને અન્ડર-૧૯ તાજ જીતાડનાર મોહમ્મદ કૈફ ૨૦૦૨, વિરાટ કોહલી ૨૦૦૮, ઉનમુક્તચાંદ ૨૦૧૨ બાદ ચોથો ખેલાડી બની જશે. વર્તમાન ફોર્મને જોતા ભારતીય ક્રિકેટ ટીમ ફેવરિટ દેખાઈ રહી છે. ભારતે હજુ સુધી પાંચ મેચ જીતી છે જેમાં સેમિફાઇલનમાં પાકિસ્તાન સામે ૨૦૩ રને જીતેલી મેચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપરાંત ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જ ઓસ્ટ્રેલિયાને ૧૦૦ રને હાર આપી હતી. પાકિસ્તાનની સામે ૨૭૨ રન બનાવ્યા બાદ પાકિસ્તાનની ટીમ ૬૯ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. હજુ સુધી દરેક જીતમાં સામૂહિક પ્રયાસો રહ્યા છે. તમામ ખેલાડીઓએ પોતાની રીતે યોગદાન આપ્યા છે. બેટ્‌સમેનોમાં પૃથ્વી શા અને મનજીત કાલરા દ્વારા હંમેશા સારી શરૂઆત કરવામાં આવી છે. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા શુભમન જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે પાકિસ્તાન સામે સદી ફટકારી ચુક્યો છે. બોલિંગમાં માવી અને કમલેશ નાગરકોટી જોરદાર ફોર્મમાં છે. અલબત્ત ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનોને રોકાવાની બાબત સરળ રહેશે નહીં. ઓસ્ટ્રેલિયા પ્રથમ મેચમાં મળેલી હારનો બદલો લેવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચ ગુમાવી દીધા બાદ ઓસ્ટ્રેલિયા વાપસી કરીને સતત ચાર મેચ જીત્યા છે. ક્વાર્ટર ફાઈનલમાં ઇંગ્લેન્ડ ઉપર ૩૧ રને જીત મેળવી હતી. અફઘાનિસ્તાન પર છ વિકેટે જીત મેળવી હતી. મેચ સવારે ૬.૩૦ વાગે શરૂ થશે અને મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૦મી જાન્યુઆરીના દિવસે ક્રાઇસ્ટચર્ચમાં શુભમન ગીલની શાનદાર સદી અને ઇશાન પોરેલની જોરદાર બોલિંગની સહાયથી ભારતે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલમાં પાકિસ્તાન પર ૨૦૩ રને મોટી જીત મેળવી ફાઇનલમાં આગેકુચ કરી લીધી હતી. ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૨૭૨ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર ૬૯ રનમાં ખખડી ગઇ હતી. ભારત તરફથી ઇશાન પોરેલે ચાર અને રયાન પરાગ તેમજ શિવાસિંહે બે બે વિકેટ ઝડપી હતી. પાકિસ્તાન તરફથી રોહેલે સૌથી વધારે ૧૮ રન કર્યા હતા. બાકીના તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. ૨૭૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાને કંગાળ શરૂઆત કરી હતી. તેની નિયમિત વિકેટો છેલ્લા તબક્કા સુધી પડી હતી. પાકિસ્તાન તરફથી ચોથી ઓવરમાં જ મોહમ્મદ જાયદ આલમ સાત રન કરીને આઉટ થયો હતો. ભારત તરફથી કમલેશ , શિવમ માવી, ઇશાન પોરેલની ત્રિપુટીની સામે પાકિસ્તાનના બેટ્‌સમેનો ટકી શક્યા ન હતા. આવતીકાલે ફરી એકવાર પાકિસ્તાન જેવો જ દેખાવ કરવાની ભારતને તક રહેશે.

Related posts

नेमार ने रोनाल्डो को पीछे छोड़ा

editor

હોલસેલ ફુગાવા માટે આંકડો ફેબ્રુઆરીમાં ૨.૪૮ ટકા થયો

aapnugujarat

आरजेडी की बीजेपी हटाओ रैली से जेडीयू का किनारा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1