Aapnu Gujarat
Uncategorized

મૂંછો રાખવા બાબતે કરકથલ ગામમાં દલિત ભાઈ – બહેન પર હુમલો

અમદાવાદના વિરમગામ તાલુકમાં લાંબી મૂંછ રાખવા પર એક દલિત યુવક પર ગામના શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધી ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના રવિવારે બની હતી. આ વિશે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડીએસ વ્યાસે જણાવ્યું કે, અનુસૂચિત જાતિના સુરેશ મગનભાઈ વાઘેલાએ ફરિયાદ કરી છે કે, લાંબી મૂછ રાખવાના કારણે અન્ય વર્ગના ૧૧ લોકોએ તેના પર હુમલો કર્યો હતો. હાલ સુરેશ વાઘેલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કેસમાં ફરિયાદ બાદ અમે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સુરેશ વાઘેલાએ જણાવ્યું કે, તે કરકથલ ગામમા રહે છે. ગામના જ ધમા ઠાકોર નામના શખ્સે સુરેશને ફોન કરી બોલાવતાં તેણે કાલે મળીશ એમ કહ્યું હતું. રવિવારે તેના ઘરની બહાર કેટલાક ઠાકોર સમાજના લોકો પહોંચ્યા હતા. ઠાકોર સમાજની આગેવાનીમાં આવેલા આ લોકોએ તેને લાંબી મૂંછ રાખવા પર જાતિવાદી ગાળો આપી હતી. તેણે ફરિયાદમાં કહ્યું કે, આ તમામ લોકો ધારદાર હથિયાર સાથે લઈને આવ્યા હતા. બોલાચાલી બાદ તેઓએ તેના પર હુમલો કર્યો હતો. ત્યારે ધમા ઠાકોર અને અન્ય માણસોનું ટોળું સુરેશના ઘરે આવી માર મારતાં સુરેશની બહેન તરૂણાબેન અને પિતા મગનભાઈ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો.આ હુમલામાં વચ્ચે પડેલી તેમની બહેન પણ ઘાયલ થઈ હતી, તેના હાથ પર લાકડીઓના મારથી ફ્રેક્ચર થયું છે.

Related posts

અમદાવાદમાં રેપિડ ટેસ્ટના ૧૦ જેટલા કેન્દ્રો બંધ કરાતા પ્રજામાં રોષ

editor

અમદાવાદ જીલ્લામાં કોર્ટ સહિતના અનેક સ્થાનો પર ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ

aapnugujarat

સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નીમીતે રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને આરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1