Aapnu Gujarat
મનોરંજન

સારું થયું મારા માતા – પિતા યોગ્ય સમયે દુનિયામાંથી જતાં રહ્યાં : સોનુ સૂદ

સોનુ સૂદ ગયા વર્ષથી લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે ગયા વર્ષે શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી જ્યારે આ વર્ષે તેણે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં બેડ તથા દવાઓની વ્યવસ્થા કરી છે. હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યૂમાં પોતાના આ અનુભવ અંગે વાત કરી હતી અને એમ કહ્યું હતું કે સારું થયું કે તેના પેરેન્ટ્‌સ યોગ્ય સમયે જ જતા રહ્યાં.
સોનુ સૂદે કહ્યું, રોજ તેમણે ૧૦૦થી લઈ હજાર લોકોની મદદ કરી. ધીમે ધીમે જે લોકોને મદદ મળી, તે તેમની ટીમ સાથે જોડાતા ગયા. તેને ખ્યાલ જ ના રહ્યો કે ક્યારે તે લોકો આ મુશ્કેલ સમયમાં વોલિન્ટિયર બની ગયા.
સોનુ સૂદે કહ્યું, તેના પિતાની પંજાબમાં દુકાન હતી. તેઓ મફતમાં લોકોને ભોજન આપતા અને ત્યારે લોકોના ચહેરા પર એક ચમક જોવા મળતી હતી. તેની માતા પ્રોફેસર હતી અને તે બાળકોને મફતમાં ભણાવતી હતી. આજે તે તેમને યાદ કરે છે. તેને આનંદ છે કે તેણે જે લોકોને મદદ કરી, તે લોકો કોઈ પણ જાતના ફાયદા વગર બીજાને મદદ કરી રહ્યાં છે. ૨૨ કલાક જાગીને તે લોકોને મદદ કરી રહ્યો છે.
સોનુ સૂદે કહ્યું, તેને લાગે છે કે કદાચ તેના પેરેન્ટ્‌સ યોગ્ય સમય પર જતા રહ્યાં તે સારું થયું. જો તેને આ સમયમાંથી પસાર થવું પડત કે તેને એક બેડ ના મળતા કે પછી ઓક્સિજન કે દવા મેનેજ ના કરી શક્યો હોત તો તે ઘણો જ તૂટી જાત. તેણે રોજ અનેક લોકોને તૂટતા જોયા છે, રડતા જોયા છે. આનાથી ખરાબ સમય ક્યારેય આવ્યો નથી અને હવે આવે પણ નહીં.
સોનુ સૂદે ભાવુક થતાં કહ્યું, તે રોજ પોતાને અસહાય ફીલ કરે છે. તેને લોકોની રોજ નવી નવી સમસ્યાઓની ખબર પડે છે. તેને એવું લાગે છે કે આપણે કયા દેશમાં રહીએ છીએ.
સોનુ સૂદે કહ્યું, તે બોલિવૂડમાં કામ કરવાનું ચાલુ રાખશે. જોકે, કોઈનું જીવન બચાવવું એ અલગ જ વાત છે. તેનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. આમાંથી તે ખુશી મળે છે, તે અન્ય કોઈ બાબતમાંથી મળતી નથી.
સોનુ સૂદે હાલમાં સો.મીડિયામાં કહ્યું, ’જ્યારે લોકો તેની પાસે મદદ માગે છે અને તે બચાવવામાં અસમર્થ બને છે તો તેને બહુ જ અસહાય ફીલ થાય છે. જે દર્દીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હોય તેને જ્યારે ગુમાવીએ છીએ ત્યારે પોતાના ગુમાવ્યા હોય તેવું લાગે છે. જે પરિવારને તેમના પ્રિયજનને બચાવવાનું વચન આપ્યું હોય તેને ના બચાવી શક્યા હોઈએ ત્યારે તે પરિવારનો સામનો કરવો ઘણો જ મુશ્કેલ છે. આજ મેં આવા જ કેટલાંક લોકોને ગુમાવી દીધા છે. જે પરિવારની સાથે તમે રોજ ૧૦ વાર સંપર્કમાં રહેતા હતા, તેમનાથી હંમેશાં માટે સંપર્ક ગુમાવી દીધો. અસહાય ફીલ કરી રહ્યો છું.’
સોનુની આ પોસ્ટ પછી અનેક ચાહકો તથા યુઝર્સે તેને ખુશ કરવાનો તથા સારા કામોની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો છે. એક યુઝરે કહ્યું હતું, ’માનવતાની સેવા ઈશ્વરની સેવા છે. તમે લોકોની આ જ રીતે મદદ કરતા રહો. તમે રિયલ હીરો છો.’ અન્ય એકે કહ્યું હતું, ’સર, જન્મ તથા મૃત્યુ કોઈના હાથમાં નથી. આ બધાને પહેલેથી જ ખબર છે. જોકે, સમાચાર બહુ જ ખરાબ છે અને જેણે પણ જોયું તે તેમના આંસુ રોકી શક્યા નહીં. મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના. જીવન બચાવવામાં ક્યારેય હાર માનશો નહીં.’

Related posts

અભિષેક સાથે નીકિતા દત્તા જોવા મળશે

aapnugujarat

Mortal remains of legendary singer SP Balasubrahmanyam laid to rest in Tiruvallur

editor

इंडस्ट्री से गायब रहने पर प्रीति जिंटा का बयान,बोलीं -‘मैं खुद को बेचने के लिए नहीं हूं’

editor

Leave a Comment

UA-96247877-1