Aapnu Gujarat
મનોરંજન

અભિષેક સાથે નીકિતા દત્તા જોવા મળશે

અભિષેક બચ્ચન હાલમાં કૂકી ગુલાટીની ફિલ્મ ‘ધ બિગ બુલ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મના જાહેરાત ૧૬ સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. આ ફિલ્મને અજય દેવગન પ્રોડ્યૂસ કરી રહ્યો છે. હવે, ચર્ચા છે કે આ ફિલ્મમાં અભિષેકની સાથે એક્ટ્રેસ નીકિતા દત્તા જોવા મળશે. આ ફિલ્મમાં ઈલેના ડીક્રૂઝ પણ છે. ‘તુમ્બાડ’ ફૅમ સોહમ શાહ પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે.
સોહમ શાહે ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ફિલ્મ સાથે જોડાવાવની વાત કરી હતી. સોહમે કહ્યું હતું કે તેણે ‘ધ બિગ બુલ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે અને શૂટિંગમાં ઘણી જ મજા આવી રહી છે. અભિષેક બચ્ચન સાથે કામ કરવાની ઘણી જ મજા આવી.
નીકિતાએ વર્ષ ૨૦૧૪મા ફિલ્મ ‘લેકર હમ દિવાના દિલ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં નીકિતા દત્તા જોવા મળી હતી. આ ઉપરાંત નીકિતાએ ‘ડ્રીમ ગર્લઃ એક લડકી દિવાની સી’, ‘એક દૂજે કે વાસ્તે’, ‘હાસિલ’ તથા ‘આફત’ જેવી સિરિયલ્સમાં કામ કર્યું છે. નીકિતા છેલ્લે શાહિદ-કિઆરાની ફિલ્મ ‘કબીર સિંહ’માં જોવા મળી હતી.

Related posts

સમય નહીં હોવાના કારણે સેક્સી સની લિયોને એકતા કપુરની ઓફરને ફગાવી

aapnugujarat

સેક્સી ઉર્વશીની હેટ સ્ટોરીને લઇ ફિલ્મી ચાહક ઉત્સુક

aapnugujarat

ઘુમર ગીત માટે દીપિકાએ ૧૨ દિન સુધી પ્રેક્ટીસ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1