Aapnu Gujarat
મનોરંજન

ઘુમર ગીત માટે દીપિકાએ ૧૨ દિન સુધી પ્રેક્ટીસ કરી

પદ્માવતિ ફિલ્મને લઇને શુટિંગ શરૂ કરવામાં આવી ત્યારથી લઇને હજુ સુધી વિવાદો રહ્યા છે. તેના જુદા જુદા પ્રસંગોને લઇને વિવાદ થયા બાદ હવે ફિલ્મના ગીત ઘુમરને લઇને પણ વિવાદ છે. આ સંબંધમાં વિગત આપતા જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલાએ માહિતી આપતા કહ્યુ છે કે ઘુમર ગીત રાજપુત મહિલાઓને એક શ્રદ્ધાજંલિ તરીકે છે. દીપિકા પર આ ગીત રજૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મના સંબંધમાં અને ગીતના સંબંધમાં જાણકાર લોકો કહી રહ્યા છે કે દીપિકામને અસલ અંદાજમાં દર્શાવવામાં આવી હતી. સાથે સાથે તેમાં પરંપરાને પણ યોગ્ય રીતે રજૂ કરવામાં આવી નથી. બીજી બાજુ સંજય લીલા પ્રોડક્શનમાં રહેલા સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ઘુમર ગીતના શાહી અંદાજને જાળવી રાખવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. ફિલ્મની દ્ર,્‌ટિએ ગીત રજૂ કરવાનો કોઇ ઇરાદો રગ્યો નથ. ઘુમરના મુળભૂત પ્રમાણને જાળવી રાખવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. તેમનુ કહેવુ છે કે દીપિકાને આ ગીત પર ડાન્સમાં કુશળતા મેળવી લેવા માટે ૧૨ દિવસનો સમય લાગ્યો હતો. કેમરા પર ચાર દિવસ સુધી પ્રેકટીસ કરવામાં આવી હતી.પરિણામ અપેક્ષા કરતા પણ સારા મળ્યા છે. ફિલ્મના નિર્દેશક સંજય લીલાનુ કહેવુ છે કે ફિલ્મના તમામ પાસામાં સાહસી રાજપુત ગૌરવની બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. આ ફિલ્મમાં શાહિદ કપુર અને રણવીર સિંહની ભૂમિકા છે. ટાઇલ રોલમાં દીપિકા નજરે પડનાર છે. ઘુમરના નિષ્ણાંતોની મદદથી દીપિકાને ટ્રેનિંગ આપવામાં આવી હતી. કિશનગઢના રાજમાતાા સ્વરૂપમાં ઘુમરને રજૂ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. ફિલ્મ લોકોને ખુબ પસંદ પડશે તેમ માનવામાં આવે છે.

Related posts

કેટરીના પાસે હાલમાં સલમાન, અક્ષયની ફિલ્મ છે

aapnugujarat

ઇમરાન ખાન ટુંક સમયમાં કમબેક કરશે

aapnugujarat

रणबीर कपूर पर किराएदार ने ठोका मुकदमा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1