Aapnu Gujarat
મનોરંજન

રિશિ કપુરની ફિલ્મમાં હવે અનિરૂધ તવંર ની પસંદગી

લીના યાદવની આગામી ફિલ્મ પર કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મમાં રિશિ કપુર મુખ્ય અભિનેતા તરીકે નજરે પડનાર છે. દિલ્હીમાં સાતમી નવેમ્બરના દિવસે ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. આ પિલ્મ માટે હવે અનિરૂદ્ધ તવંર અને અમીરા દસ્તુરની પણ પસંદગી કરવામાં આવી છે. આ બન્ને ફિલ્મમાં પ્રથમ વખત એક સાથે કામ કરી રહ્યા છે. દિલ્હીમાં થોડાક દિવસ સુધી શુટિંગ ચાલનાર છે. આ ફિલ્મની પટકથા પિતા અને પુત્રની પટકથા છે. ડિસેમ્બરના અંત સુધી ફિલ્મના શુટિંગને પૂર્ણ કરવામાં આવનાર છે. ફિલ્મમાં પિતા અને પુત્ર વચ્ચે જનરેશન ગેપને લઇને લડાઇ રજૂ કરવામાં આવી છે. જે આધુનિક સમયમાં દરેક ઘરમાં જોવા મળી રહી છે. આધુનિક સમયમાં માતા પિતા બાળકોથી અલગ થઇ રહ્યા છે. ફિલ્મમાં અનિરુદ્ધ બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. તે રિશિ કપુરના પુત્રના રોલમાં નજરે પડનાર છે. મોબાઇલની દુનિયામાં હાલમાં શુ ચાલી રહ્યુ છે તે બાબતને આ ફિલ્મ મારફતે રજૂ કરવામાં આવનાર છે. દરેક બાબત મોબાઇલ પર થઇ રહી છે. પિતાના અનેક સ્વરૂપમાં રિશિ કપુર નજરે પડનાર છે. તેમના મતભેદોને દુર કરવામાં દસ્તુરની ભૂમિકા જોવા મળનાર છે. તે ફિલ્મમાં બન્ને વચ્ચે વારંવાર આવીને મતભેદો દુર કરતી નજરે પડશે. અનિરુદ્ધ ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. ફિલ્મનુ નામ રાજમા ચાવલ રાખવામાં આવ્યુ છે. ફિલ્મના નામથી જ જાણી શકાય છે કે આ ફિલ્મ કોમેડીની સાથે સાથે સામાજિક વિષય પર આધારિત ફિલ્મ છે. લીના યાદવ દ્વારા વધારે માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. રિશિ કપુર બોલિવુડમાં સદાબહાર અભિનેતા તરીકે રહ્યો છે. તે તમામ મોટા સ્ટાર સાથે પોતાની કેરિયરમાં કામ કરી ચુક્યો છે.

Related posts

ર૦૧૭ની સૌથી વધુ પાઇરસી થયેલી ફિલ્મ બની ‘રઈસ’, બીજા નંબરે રિતીકની ‘કાબિલ’

aapnugujarat

जमानत याचिका के लिए जल्दबाजी नहीं : रिया के वकील

editor

મુંબઈનાં નવરંગ સ્ટુડિયોમાં આગ લાગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1