Aapnu Gujarat
મનોરંજન

મુંબઈનાં નવરંગ સ્ટુડિયોમાં આગ લાગી

મુંબઈમાં ફરીથી એકવાર આગની ઘટના બની છે. મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલા નવરંગ સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી હતી.
નવરંગ સ્ટુડિયોના ચોથા માળે આગ લાગતાં આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગુરુવારે મોડી રાત્રે લગભગ ૧ વાગ્યે સ્ટુડિયોમાં આગ લાગી હતી. જો કે આ સ્ટુડિયો છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે.ફાયર બ્રિગેડને જાણ થતાં જ એક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી એક બાદ એક ૧૨ જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જો કે આગમાં એક ફાયર કર્મચારી ઘાયલ થયો હતો.અંતે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે. આ આગમાં કોઈને જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી મુંબઈમાં આગના બનાવો વધી ગયા છે. હજુ થોડા સમય પહેલા જ કમલા મિલ કમ્પાઉન્ડની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા.

Related posts

ऐसे व्यक्ति का किरदार निभाना जो आपके व्यक्तित्व से अलग है, मजा आता है : दिव्येंदु शर्मा

editor

ઉર્મિલા માતોંડકર કરશે બોલિવૂડમાં કમબેક

editor

રાહત ફતેહ અલી ખાનને વિદેશી ચલણની દાણચોરી બદલ ઇડીની નોટિસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1