Aapnu Gujarat
મનોરંજન

સોનાક્ષી સિંહા હવે પોલીસની ભૂમિકામા ચમકશે

બોલિવુડમાં દબંગ સ્ટાર સોનાક્ષી સિંહા હવે નિખિલ અડવાણીની ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા કરતી નજરે પડનાર છે. ફિલ્મ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. અભય ચોપડાની ફિલ્મ માટે અન્ય કલાકારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. યશ ચોપડા દ્વારા નિર્દેશિત વર્ષ ૧૯૬૯ની હત્યા રહસ્ય સાથે સંબંધિત ફિલ્મ ઇત્તેફાકની રિમેક ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં સોનાક્ષીની ભૂમિકા છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રા અને અક્ષય ખન્ના પણ કામ કરી રહ્યા છે. સોનાક્ષી હોમમેકર માયાની ભૂમિકામાં છે. વિક્રમની સાથે મળીને માયાની પટકથા જોડી દેવામાં આવી છે. બન્ને પર હત્યા માટે શંકા રહે છે. અક્ષય ખન્ના પણ ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. એકબાજુ સોનાક્ષી ઇત્તેફાકમાં હત્યાના શકમંદની ભૂમિકા અદા કરી રહી છે ત્યારે હવે નિખિલની ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા કરશે. હવે જાણવા મળ્યુ છે કે નિખિલ અડવાણીની ફિલ્મ સ્નોમાં તે પોલીસ અધિકારીની ભૂમિકા કરનાર છે. આ ફિલ્મનુ નિર્દેશન રણજીત તિવારી કરી રહ્યા છે. ફરહાન અખ્તરની ફિલ્મ લખનૌ સેન્ટ્રલ ફિલ્મ સાથે નિર્દેશનના ક્ષેત્રમાં એન્ટ્રી કરી ચુકેલા રણજીત તિવારી સ્નો નામની ફિલ્મ બનાવી રહ્યા છે. સોનાક્ષી સાથે વાતચીત થઇ ચુકી છે અને વાત આગળ વધી છે. તેમ નિખિલ અડવાણીએ કહ્યુ છે. આ ફિલ્મ રિયલ લાઇફના એક બનાવ પર આધારિત રહેશે. આ ફિલ્મમાં તે સેફ અલી ખાન સાથે નજરે પડનાર છે. સોનાક્ષીએ કહ્યુ છે કે તે નિખિલની ફિલ્મને લઇને ખુબ ખુશ છે. સેફ જેવા અનુભવી કલાકારથી પણ ખુબ શિખવા મળી શકે છે. ફિલ્મનુ શુટિંગ મનાલીમાં ઠંડીમાં કરવામાં આવનાર છે.

Related posts

फेमस एक्टर आसिफ बसरा ने की आत्महत्या

editor

સ્ટાર સની લિયોન હકીકતમાં સિમ્પલ છે

aapnugujarat

રિયાલીટી શોમાં કામ કરવા ખુબ ઇચ્છુક : બિપાશા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1