Aapnu Gujarat
મનોરંજન

ટાઇગર જિન્દા હેને ૨૨મી ડિસેમ્બરે રજૂ કરવા તૈયારી

બોલિવુડમાં સુલતાન તરીકે જાણીતા અને હાલમાં સૌથી સફળ અભિનેતા તરીકેની છાપ ધરાવનાર સલમાન ખાનની ટાઇગર જિન્દા હે ફિલ્મના શુટિંગને ઝડપથી આગળ વધારી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મને હવે નિર્ધારિત સમય એટલે કે ૨મી ડિસેમ્બરના દિવસે જ રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મના મોટા ભાગના હિસ્સાનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરીના કેફની જોરદાર કેમિસ્ટ્રી જોવા મળનાર છે. ટ્યુબલાઇટના શુટિંગને પૂર્ણ કરી લેવાયા બાદ ટાઇગર જિન્દા હેનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. સલમાન રેમો ડિસુઝાની ફિલ્મ ત્યારબાદ કરનાર છે. ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે સલમાન ખાન છ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર કેટરીના કેફ સાથે કામ કરવા જઇ રહ્યો છે. સલમાન ખાન અભિનિત ટાઇગર જિન્દા હેનુ શુટિંગ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ કેટલાક કારણોસર ચર્ચામાં છે. કારણ કે ફિલ્મમાં તેની સાથે ખુબસુરત કેટરીના કેફ કામ કરી રહી છે. બન્નેની જોડીને જોવા માટે ચાહકો ભારે ઉત્સુક છે. સલમાન ખાન દ્વારા કેટરીના કેફ સાથે તેનો ફોટો રજૂ કર્યો છે. ચાહકો માટે સારા સમાચાર છે કે ફિલ્મમાં ભરપુર એક્શન સીન ઉમેરી દેવામાં આવ્યા છે. યશરાજની ફિલ્મ એક્શનની સાથે સાથે રોમાન્સથી ભરપુર રહેશે. અલી અબ્બાસ જફરની ફિલ્મની પટકથા લખી લેવામાં આવ્યા બાદ હવે શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મના નિર્માતા દ્વારા હાલમાં ઓસ્ટ્રીયામાં શુટિંગ કરવામાં આવેલા કેટલાક સીનને લઇને વિડિયો જારી કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્‌ીય સ્તરના એક્શન સીનને પાર પાડવા માટે ફિલ્મમાં હોલિવુડના નિષ્ણાંતોને પણ આવરી લેવામાં આવ્યા છે. સલમાન ખાન કેટલાક વર્ષોથી બોલિવુડમાં પ્રભુત્વ ધરાવે છે. તેની છેલ્લી તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા મેળવી રહી છે.

Related posts

‘खुदा हाफिज’ में नजर आएंगे विद्युत

aapnugujarat

બિપાશા બાસુને હવે કોઇ ફિલ્મો મળી રહી નથી

aapnugujarat

ઉર્વશી રોટેલા પણ રેસ-૩માં ટૂંકા રોલમાં નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1