Aapnu Gujarat
મનોરંજન

સમય નહીં હોવાના કારણે સેક્સી સની લિયોને એકતા કપુરની ઓફરને ફગાવી

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવતી સની લિયોન હાલમાં ખુબ વ્યસ્ત સ્ટાર પૈકી એક તરીકે છે. તેની પાસે મોટા પ્રમાણમાં કામ આવી રહ્યુ છે. હવે સની લિયોને એકતા કપુરની ઓફરને પણ ફગાવી દીધી છે. વર્ષ ૨૦૧૨માં એકતા કપુરની ફિલ્મ રાગિની એમએસએસ-૨ મારફતે બોલિવુડમાં ધડાકા સાથે એન્ટ્રી કરનાર સની લિયોને હવે એકતા કપુરની ઓફરને ફગાવી દીધી છે. એકતા ઇચ્છતી હતી કે સની લિયોન રાગિની એમએમએસ રિટર્ન્સ વેબ સાથે જોડાયેલી રહે. પરંતુ સની લિયોને ઇન્કાર કરી દીધો છે. આના માટે એકતા કપુર ઇચ્છતી હતી કે આની સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સની લિયોન હાજર રહે. પરંતુ તે હાજર રહી ન હતી. સની લિયોને સમય નહી હોવાના કારણે આમાં કામ કરવાનો ઇન્કાર કર્યો છે. સુત્રોએ કહ્યુ છે કે એકતાને લાગે છે કે સની લિયોનની હાજરીથી આ ઇવેન્ટને લઇને લોકો વધારે ચર્ચા કરશે. જો કે ઇવેન્ટના દિવસે તેની પાસે બિલકુલ સમય નહી હોવાની બાબત સપાટી પર આવી છે. સની લિયોન બે મહિના માટે લોસ એન્જલસ જઇ રહી છે. ત્યાં તે પોતાના પ્રોડક્શન હાઉસ માટે કામ કરનાર છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે આ પહેલા પણ એકતાએ કોઇ નાના રોલ માટે સની લિયોનને કહ્યુ હતુ પરંતુ તે ઇન્કાર કરી ચુકી છે.
સેક્સી સ્ટાર સની લિયોનના આ વર્તનથી એકતા કપુર નારાજ છે. જો કે સની લિયોનના નજીકના સુત્રોએ કહ્યુ છે કે આને લઇને કોઇ મતભેદો નથી. તે ઇવેન્ટમાં હાજર રહેવા માટે ઇચ્છુક હતી પરંતુ શેડ્યુલ પહેલાથી પેક છે.

Related posts

इंडस्ट्री से गायब रहने पर प्रीति जिंटा का बयान,बोलीं -‘मैं खुद को बेचने के लिए नहीं हूं’

editor

ગાંગુલીના જીવન પર બનશે ફિલ્મ

editor

सबसे पसंदीदा लोगों की लिस्ट में ऐंजलिना टॉप पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1