Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હનીપ્રીતને પકડી પાડવા માટે દિલ્હીમાં અનેક સ્થળે દરોડા

હરિયાણા પોલીસે આજે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. સાધ્વી પર બળાત્કારના કેસમાં દોષિત જાહેર થયા બાદ હાલમાં જેલની હવા ખાઇ રહેલા વિવાદાસ્પદ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમ સિંહની દત્તક લીધેલી પુત્રી હનીપ્રીતને પકડી પાડવા માટે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. હવે પોલીસને વિશ્વાસ છે કે હનીપ્રતી દિલ્હીમાં જ કોઇ જગ્યાએ છુપાયેલી છે.તેને છેલ્લા કેટલાક દિવસથી પકડી પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં પકડી પાડવામાં સફળતા મળી રહી નથી. આગોતરા જામીન માટેની માંગ કરીને હનીપ્રીતે દિલ્હી હાઇકોર્ટમાં રજૂઆત કર્યા બાદથી હનીપ્રીતને ઝડપી લેવા માટેના પ્રયાસો ઝડપી કરી દેવામાં આવ્યા છે. હનીપ્રીતની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યુ છે. વોરંટ જારી કરવામાં આવ્યા બાદ પંચકુલા પોલીસે ગ્રેટર કૈલાશ વિસ્તારમાં સવારે દરોડા પાડ્યા હતા પરંતુ હનીપ્રીતના મામલે કોઇ માહિતી મળી ન હતી. હનીપ્રીત ઉર્ફે પ્રિયંકા તનેજા હિંસાના સંબંધમાં હરિયાણા પોલીસ દ્વારા વોન્ટેડ જે ૪૩ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં હનીપ્રીત પણ સામેલ છે. રેપના બે કેસોમાં બાબાને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. જેમાં ૩૦થી વધારે લોકોના મોત થયા હતા. બીજી બાજુ હરિયાણા પોલીસે હવે હનીપ્રીત અને અન્યોને ભાગેડુ જાહેર કરવામાં માટેની પ્રક્રિયા હાથ ધરી છે. ઉપરાંત પોલીસે હનીપ્રીત અને આદિત્ય ન્સિાન તેમજ પવન ઇન્સાનની સંપત્તિ જપ્ત કરવાની દિશામાં પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે ગુરમિત રામ રહીમસિંહ દ્વારા બે રેપ કેસમાં સીબીઆઈ કોર્ટના ચુકાદા સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી ચુકી છે. રોહતક જિલ્લા જેલમાં રહેલા ગુરમિત રામ રહીમસિંહનેગયા મહિનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ૫૦ વર્ષીય ડેરાના વડાને બળાત્કારના આરોપો અને નક્કર પુરાવાના આધારે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ગઇકાલે સોમવારના દિવસે અપીલ દાખલ કરવામાં આવી હતી. આના મારફતે સીબીઆઈ કોર્ટના આદેશને પડકાર ફેંકવામાં આવ્યો હતો.ખાસ સીબીઆઈ કોર્ટે ૨૮મી ઓગસ્ટના દિવસે ડેરા સચ્ચા સોદાના વડાને ૨૦ વર્ષની જેલની આકરી સજા અને ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બે સાધ્વી ઉપર બળાત્કારના મામલામાં તેને દોષિત ઠેરવીને ૧૦-૧૦ વર્ષની બે જુદી જુદી સજા ફટકારી હતી. ૨૫મી ઓગસ્ટના દિવસે બાબાને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ૨૮મીએ સજાની જાહેરાત કરાઈ હતી. ડેરા સચ્ચાના વડાને સજા કરવામાં આવ્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી. બાબાને દોષિત ઠેરવતા તેમના સમર્થકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. પંચકુલા અને હરિયાણામાં હિંસા ફેલાઈ હતી જેમાં ૩૪થી વધુ લોકોના મોત થઇ ગયા હતા અને અંધાધૂંધી પણ ફેલાઈ ગઈ હતી.હાલમાં ફરાર રહેલા અન્યોની સંપત્તિ પણ જપ્ત કરવા માટેની કવાયત હવે શરૂ કરવામાં આવી ચુકી છે. હનીપ્રીત ૨૫મી ઓગષ્ટથી ફરાર છે. તેની કોઇ ભાળ મળી રહી નથી. હનીપ્રીતના વકીલ પ્રદીપ આર્યે કહ્યુ છે કે તે સતત તેમના સંપર્કમાં છે. હનીપ્રીત હાલમાં દિલ્હીમાં હોવાના હેવાલને સમર્થન મળ્યા બાદ હવે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તે ગઇકાલે સોમવારે દિલ્હીના લાજપતનગર સ્થિત ઓફિસમાં પહોંચી હતી. ત્યારબાદ કેટલાક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. હનીપ્રીત ક્યાં છે તે અંગે માહિતી આપવાનો વકીલે ઇન્કાર કર્યો હતો.

 

Related posts

ગાય આ દેશની સંસ્કૃતિ છે : અલાહાબાદ હાઇકોર્ટે

editor

पाकिस्तान के लिए कश्मीर अब बंद अध्याय है : शिवसेना

aapnugujarat

चीफ सेक्रटरी को नोटिस मामले में HC ने दिल्ली सरकार को दी हिदायत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1