Aapnu Gujarat
મનોરંજન

હવે શેરખાનમાં સલમાનની જગ્યાએ વરૂણ રહી શકે

સોહિલ ખાનની આગામી ફિલ્મ શેર ખાનના સંબંધમાં લાંબા સમયથી અફવા અને ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો. હજુ સુધી એવા અહેવાલ આવી રહ્યા હતા કે સલમાન ખાન જ આ ફિલ્મમાં લીડ રોલ કરનાર છે. પરંતુ હવે સોહિલ ખાને સંકેત આપ્યો છે કે હજુ સુધી આ ફિલ્મને લઇને કોઇના નામ નક્કી કરવામાં આવ્યા નથી. સલમાન ખાન પાસે હાલમાં બિલકુલ સમય નથી. આવી સ્થિતીમાં પોતાની અટવાઇ પડેલી ફિલ્મને આગળ વધારી દેવાનો સંકેત સોહિલ ખાન આપી ચુક્યો છે. એવા સંકેત પઁણ મળી રહ્યા છે કે સલમાનની જગ્યાએ આ ફિલ્મમાં વરૂણ ધવન અથવા તો ટાઇગર શ્રોફ કામ કરી શકે છે. સોહિલે કહ્યુ છે કે કાસ્ટ અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. સલમાન ભાઇએ હજુ ફિલ્મ સાઇન કરી નથી. એક વખત તમામ પાત્ર તૈયાર કરી લેવામાં આવે ત્યારબાદ કલાકારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સોહિલે કહ્યુ છે કે જો પાત્ર દમદાર રહેશે અને ગંભીર રહેશે તો સલમાન ખાન જ મુખ્ય ભૂમિકા અદા કરશે. પરંતુ જો તે ઓછી વયના યુવાન તરીકે રહેશે તો નવા કલાકારો જેમ કે વરૂણ ધવન અથવા તો ટાઇગર શ્રોફનો સંપર્ક કરવામાં આવી શકે છે. જો કે હજુ સુધી પટકથાને આખરી ઓપ આપવામાં આવ્યો નથી.
નિર્માતા નિર્દેશક સોહિલ ખાન આ ફિલ્મનુ નિર્દેશન કરવા જઇ રહ્યો છે. વરૂણ અને ટાઇગર શ્રોફ હાલમાં યુવા પેઢીમાં લોકોને પસંદ પડી રહ્યા છે. ખાસ કરીને વરૂણ ધવને લોકોમાં ચર્ચા જગાવી છે. વરૂણ ધવન હાલમાં સલમાનની જ જુડવા-૨ ફિલ્મમાં પણ છે. વરૂણ યુવાી પેઢીમાં લોકપ્રિય થઇ રહ્યો છે સાથે સાથે સલમાનની જુડવાની સિક્વલ ફિલ્મમાં પણ તે કામ કરી રહ્યો છે. જેથી તે આદર્શ પસંદગી રહી શકે છે.

Related posts

ડોન-૩ ફિલ્મના નિર્માણને લઇ અસમંજસ

aapnugujarat

भरोसेमंद कलाकार होना मर्यादा की बात: जैकलीन

aapnugujarat

ડોક્ટરજી ફિલ્મમાં ખુબ જ મહેનત કરી છે : રકુલપ્રિત

editor

Leave a Comment

UA-96247877-1