Aapnu Gujarat
ગુજરાત

સાપુતારા પ્રવાસીઓ માટે ખૂલ્લુ મૂકાયું

ગુજરાતનું સૌથી ફેમસ હિલ સ્ટેશન બે મહિનાના ગાળા બાદ સહેલાણીઓ માટે ખુલ્લુ મૂકાયું છે. કોરોનાનો કહેર વધતા સાપુતારા હિલસ્ટેશન બે મહિના સુધી બંધ રહ્યું હતું. ત્યારે કોરોના મહામારી વચ્ચે બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગિરિમથક સાપુતારાને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે.
માર્ચ મહિનામાં એકાએક કોરોના પિક પર પહોંચી ગયો હતો. ગુજરાતના છેવાડે આવેલ સાપુતારા હિલસ્ટેશનમાં પણ કોરોનાના કેસનો કહેર વધતા માર્ચ મહિનામાં બંધ કરાયું હતું. સાપુતારા ખાતે લારી ગલ્લા, ઢાબાઓ, શોપિંગ સેન્ટરો દ્વારા સ્વયંભૂ લોકડાઉન કરાયું હતું. જિલ્લામાં સંક્રમણ ન વકરે તે માટે સ્થાનિક વેપારીઓએ આ નિર્ણય લીધો હતો. આમ, માર્ચ મહિનાથી સાપુતારમાં બધુ જ બંધ હતું. સહેલાણીઓ માટે પણ સાપુતારા બંધ કરાયું હતું. પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સાપુતારામાં સહેલાણીઓ આવવા લાગ્યા છે.

Related posts

बीजेपी ने अपनी सुची जारी करते समय जातिसमीकरणो पर ध्यान रखा

aapnugujarat

મોદી ચૂંટણી ફાયદા માટે લોકોની ભાવના સાથે રમત રમે છે : કોંગ્રેસ

aapnugujarat

बुलेट ट्रेन भूमि अधिग्रहण को आखिर में हाईकोर्ट की मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1