Aapnu Gujarat
શિક્ષણ

સ્નાતક, ઈન્ટરમિડિયેટ સેમિ.ના છાત્રોને મેરિટ બેઈઝ્‌ડ પ્રોગ્રેશન

ગુજરાત રાજ્ય સરકારે કોલેજના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટી અને કોલેજમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. સરકારના આ નિર્ણયથી અંદાજે ૯.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.
રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ- ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો તેમજ સરકારી અને ખાનગી કોલેજોના સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટર ૨-૪ અને જ્યાં સેમિસ્ટર-૬ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનનો લાભ મળશે, બીજી તરફ ૫૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકન અને ૫૦ ટકા ગુણ અગાઉના સેમિસ્ટરના આધારે અપાશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-૧૯ કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા-કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કર્યુ કે, જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહિં આવી હોય તો ત્યાં પ૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના પ૦ ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
રૂશિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ ૧૮ થી ૪૪ ની વયજૂથના લોકોની કોરોના વેકસીનેશન કામગીરી ચાલી રહી છે. આવા યુવા વિદ્યાર્થીઓમાંથી બહુધા વિદ્યાર્થીઓને રસીકરણ થવાનું બાકી છે ત્યારે સમગ્ર વિદ્યાર્થી જગતના વિશાળ આરોગ્ય હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Related posts

ચુડેલ પ્રાથમિક શાળાના ઉપશિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

aapnugujarat

કોવિડ -19 ને કારણે રશિયામાં ફસાયેલા 227 ઇન્ડિયાના મેડિકલ સ્ટુડન્ટસને ફ્લાઇટ દ્વારા બેંગ્લોર લવાયા

editor

ધોરણ-૯ અને ૧૧ની રિ ટેસ્ટ લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1