Aapnu Gujarat
શિક્ષણ

ચુડેલ પ્રાથમિક શાળાના ઉપશિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

ગુજરાત પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા ૧૨ જાન્યુઆરીએ આયોજિત કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ભેસાવહી ગ્રુપના ચુડેલ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક મહેશ રાઠવાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા સન્માન સમારોહ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે ૧૨/૦૧/૨૦૨૦ ના રોજ યોજાઇ ગયો હતો જેમાં અધ્યક્ષ તરીકે માનનીય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કાર્યક્રમના ઉદ્‌ઘાટન કિરિટ સોલંકી તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, જેઠાભાઈ સોલંકી, કિરીટસિંહ ડાભી, પ્રો. રાજેન્દ્ર એમ જાદવ(સેનેટ સભ્ય ગુજરાત યુનિવર્સિટી) તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
દરેક મહાનુભાવોનું પંચશીલ, બંધારણ કોપી, મોમેન્ટો તેમજ આદિવાસી સમાજના પ્રતિક તીર કામઠા, કચ્છી પાઘડી, હાથવણાટનું કાપડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આમ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ની ચુડેલ પ્રાથમિક શાળાના શિક્ષક ની સિદ્ધિએ શાળા અને ગામનું નામ રોશન કરતા જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ગુજરાતમાં ૨૭ નવેમ્બરથી શાળા આરોગ્ય તપાસણી

aapnugujarat

પર્સેન્ટાઇલ પદ્ધતિને ગેરકાયદે ઠરાવતા આદેશની સામે સ્ટે : રાજય સરકાર દ્વારા હાઇકોર્ટમાં નિવેદન

aapnugujarat

ગુજરાતમાં ૬૦૦ મેડિકલ સીટો ઉમેરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1