Aapnu Gujarat
બિઝનેસ

વ્યક્તિગત કરદાતા માટે રિટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવાઈ

વ્યક્તિગત કરદાતા માટે આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ના રિટર્ન ફાઈલ કરવાની તારીખ બે મહિના લંબાવીને ૩૦મી સપ્ટેમ્બર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે વ્યક્તિગત કરદાતાઓએ તેમના રિટર્ન ૩૧મી જુલાઈ ૨૦૨૧ સુધીમં ફાઈલ કરી દેવાના હોય છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આજે એક પરિપત્ર બહાર પાડીને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની મુદત બે મહિના વધારી દેવાની જાહેરાત કરી છે. આવકવેરા ધારાકની કલમ ૧૯૩ની પેટા કલમ (૧)ની જોગવાઈ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આકારણી વર્ષ ૨૦૨૧-૨૨નું સુધારેલું રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૩૧ંમી ડિસેમ્બર ૨૦૨૧ છે તે પણ લંબાવીને ૩૧મી જાન્યુઆરી ૨૦૨૨ કરી આપવામાં આવી છે. આવકવેરા ધારાની કલમ ૧૩૯ની પેટા કલમ (૪)ની જોગવાઈ હેઠળ તારીખ લંબાવીને ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૨ કરવામાં આવી છે.
કોરોના ઉપરાંત વાવાઝોડાને કારણે સર્જાયેલી વિપરીત સ્થિતિમાં ફસાયેલા વેપાર ઉદ્યોગ અને વ્યક્તિગત કરદાતાઓને સીબીડીટીના આ નિર્ણયને પરિણામે ખાસ્સા રાહત થશે. આ સાથે જ બિઝનેસ માટે તેમની ટેક્સ કોમ્પ્લાયન્સની સિસ્ટમને ઓનલાઈન કરી દેવી આ સાથે વધુ મહત્વની બની ગઈ છે.
કોરોનાના બીજા મોજાં પછી ટેક્સ કોમ્પ્લાયન્સ માટે રિટર્ન ફાઈલ કરવા માટે કરદાતાઓને વધારાનો સમય મળશે. કોરોના વાયરસના કહેરને પરિણામે ગયા વર્ષે પણ સીબીડીટીએ ટેક્સ કોમ્પ્લાયન્સ માટેની જુદી જુદી તારીખો લંબાવી હતી.
આવકવેરા ખાતું કરદાતાઓ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે તે માટે નવું ઇ-ફાઈલિંગ વેબ પોર્ટલ ચાલુ કરે તેવી સંભાવના છે. જૂન મહિનાના આરંભમાં નવું પોર્ટલ લોન્ચ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. અત્યારનું વેબ પોર્ટલ પહેલી જૂનથી છઠ્ઠી જૂન સુધી છ દિવસ માટે બંધ રહેશે. નવું વેબપોર્ટલ વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવશે એમ અધિકારીઓનું કહેવું છે. નવા પોર્ટલનું નામ www.incometaxgov.in છે.
સાતમી જૂનથી નવું પોર્ટલ સક્રિય કરી દેવામાં આવશે. આ સુવિધા કરવાની હોવાથી જ જૂનું પોર્ટલ પહેલીથી છઠ્ઠી જૂન સુધી બંધ રહશે. પહેલીથી છઠ્ઠી જૂન વચ્ચે જૂના પોર્ટલ પર કરદાતાઓ કે પછી આવકવેરા અધિકારીઓ પણ કોઈ જ કામગીરી કરી શકશે નહિ. આવકવેરા અધિકારીઓ કરદાતાઓને ૧૦મી જૂન પછીની તારીખ હિયરિંગ માટે આપી શકશે. દસમી જૂન પછી જ કરદાતાઓ પોર્ટલ પર વ્યવસ્થિત પ્રતિભાવ આપી શકશે.

Related posts

સેબીએ ગ્રાહકો પાસેથી રોકડ લેવા પર પ્રતિબંધ મૂકાયો

aapnugujarat

HDFC Bank to offer banking services to small traders through MoU with CSC, Confederation of All India Traders (CAIT)

aapnugujarat

ભારતીય બિઝનેસમેન રવિ રૂઈયાએ બ્રિટનમાં ૧૨૦૦ કરોડમાં બંગલો ખરીદ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1