Aapnu Gujarat
ગુજરાત

સરકારી હોસ્પિટલમાં તબીબો હડતાળ પર ઉતર્યા

સમાન વેતન અને સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન નિવાસી તબીબો હવે હડતાળ ઉપર ઉતરતા હોસ્પિટલોની તબીબી સેવા ખોરંભે પડી ગઇ હતી. વડોદરાની જમનાબાઇ જનરલ હોસ્પિટલના ૨૨ તબીબો સહિત રાજ્યના ૬૦૦ તબીબો હડતાળ ઉપર ઉતરી જતાં હોસ્પિટલોની તબીબી સેવાઓ ઉપર અસર પડી હતી. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં તબીબોએ પ્લેકાર્ડ સાથે દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જમનાબાઇ જનરલ હોસ્પિટલના ૨૨ સીપીએસ તબીબો હડતાળ પર ઉતરી જતાં તબીબી સેવા ખોરવાઇ ગઇ છે.તાજેતરમાં ગુજરાત ઇન સર્વિસ તબીબ એસોસિએશન અને નર્સિંગ એસોસિએશન દ્વારા પડતર માગણીઓને લઈને ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું. જે આંદોલન ઉગ્ર પડઘા પડતાં સરકારે હકારાત્મક વલણ અપનાવી આંદોલનનું સમાધાન કર્યું હતું. હવે રાજ્યભરમાં કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ સર્જન નિવાસી તબીબો દ્વારા તેઓએ પણ સમાન વેતન તેમજ સ્ટાઇપેન્ડ વધારવાની તથા મેડિકલ ઓફિસરની જગ્યા પર સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂક કરવાની માગ કરી રહ્યા છે અને રાજ્યની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ૬૦૦ જેટલા સીપીએસ તબીબો સામૂહિક હડતાલ પર ઉતરી જતા તબીબી સેવા ઉપર અસર વર્તાઇ હતી.
જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને એસોસિયેશનના અગ્રણી ડો નિલેશે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં રેસિડેન્સ તબીબોની તાજેતરમાં જ તેઓના સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકા વધારો કરવામાં આવ્યો છે અને તેઓ પણ રેસિડેન્ટ તબીબોની જેમ જ કોરોનામાં ડ્યુટી બજાવી રહ્યા છે. તેમ છતાં પણ સીપીએસ ડોક્ટરોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તેઓનો અભ્યાસ પૂરો કર્યા બાદ એક વર્ષ ડ્યુટી કરવાની હોય છે. જેમાં તેઓને તેમના સ્પેશિયલાઇઝેશન મુજબ ફરજ સોંપવાને બદલે પીએસસી તેમજ જિલ્લાની હોસ્પિટલોમાં ડ્યૂટી સોંપવામાં આવે છે. જેને લઇને ડોક્ટર્સમાં નારાજગી વ્યાપી ગઈ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે વડોદરાની જમનાબાઇ જનરલ હોસ્પિટલના ૨૨ જેટલા ડોક્ટરો સહિત રાજ્યભરના ૬૦૦ જેટલા સીપીએસ તબીબો સામૂહિક હડતાળ પર ઉતરી ગયા છે. અને સરકાર સમક્ષ સમાન વેતન અને તેઓની માગણીઓ મુદ્દે સરકાર વિરુદ્ધ પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા જ્યાં સુધી અમારી માગણીઓ સ્વિકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

Related posts

અમરેલીનાં બે ભેજાબાજોએ મૃતકોનાં નામ ઉપર કરોડો રૂપિયા ચાંઉ કર્યાં

aapnugujarat

ગુજરાતમાં ૬૪.૧૧ ટકા મતદાન નોંધાયું છે : પંચ

aapnugujarat

વડોદરા જિલ્લા કોર્ટમાં કાયમી ડીજીપીની નિમણૂંક કરાઈ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1