Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાન સરકારે મ્યૂકર માઇકોસિસને મહામારી જાહેર કરી

રાજસ્થાન સરકારે કોરોના સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓમાં સામે આવી રહેલા મ્યૂકર માઇકોસિસ રોગને મહામારી ઘોષિત કરી દીધી છે. રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. મુખ્ય સરકારી સ્વાસ્થ્ય સચિવ અખિલ અરોરા દ્વારા જારી કરાયેલ એક સૂચના અનુસાર, બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા અને કોરોના વાયરસના ચેપની આડઅસર તરીકે, કોવિડ-૧૯ની કોરોના અસરને કારણે મ્યુકર માઇકોસિસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો અને બ્લેક ફૂગની એકીકૃત અને સંકલિત સારવાર આપવાને લઇ આ ર્નિણય લેવામાં આવ્યો છે.
રાજસ્થાન મહામારી અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩ની ધારા ૪ અંતર્ગત મ્યૂકર માઇકોસિસને સંપૂર્ણ રાજ્યમાં મહામારી તથા અધિસૂચનિય રોગ તરીકે જાહેર કરાયો છે. ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રી અસોક ગેહલોતે કેટલાક દિવસ પહેલા રાજસ્થાન સહિત દેશના વિભિન્ન રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણથી સ્વસ્થ થયેલા દર્દીઓમાં મ્યૂકર માઇકોસિસ બીમારીના મામલા સામે આવતા ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાંતોના મતે કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા ડાયાબિટીઝના દર્દીઓમાં આ રોગ વધી રહ્યો છે. આ રોગમાં પીડિત આંખો ગુમાવવાથી, જડબાને નિકાળવા સુધીનો ખતરો થાય છે. રાજસ્થાનમાં ૧૦૦ જેટલા દર્દીઓ બ્લેક ફંગસથી અસરગ્રસ્ત છે. આ તમામની સારવાર માટે, જયપુરની સવાઇ માનસિંહ હોસ્પિટલ (એસએમએસ હોસ્પિટલ, જયપુર)માં એક અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં આખા પ્રોટોકોલ પ્રમાણે સારવાર કરવામાં આવી રહી છે.

Related posts

ફાઇઝર ભારતને ૫ કરોડ રસી આપવા તૈયાર, પરંતુ શરતોને આધીન

editor

અમરનાથ શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની યોજના તૈયાર

aapnugujarat

कोच्चि शिपयार्ड से INS विक्रांत के 4 डिवाइस चोरी, जांच में जुटी NIA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1