Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની યોજના તૈયાર

વાર્ષિક અમરનાથ યાત્રા ઉપર મોટા ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. તોઇબા અને જૈશના ત્રાસવાદીઓ સહિત અન્ય સંગઠનના ત્રાસવાદીઓ પણ અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવવા માટેની યોજના બનાવી રહ્યા છે. હુમલા થઇ શકે છે તેવા અહેવાલને લઇને અમરનાથ યાત્રીઓની સુરક્ષાને લઇને વધુ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્રાસવાદી સંગઠન ગજવાત ઉલ હિન્દ, જેશે મોહમ્મદ અને તોયબાના ત્રાસવાદીઓ યાત્રા રૂટના જુદા જુદા હિસ્સાને વહેચીને હુમલા કરવાની યોજના ધરાવે છે. સુત્રોના કહેવા મુજબ જાકિર મુસા જે અંસાર ગજવત ઉલ હિન્દનો કમાન્ડર છે તે યાત્રા રૂટના સૌથી મહત્વપૂર્ણ હિસ્સા ગણાતા ચંદનવાડીની રેકી કરી છે. આ ઉપરાંત પહલગામના રસ્તાની પણ તે રેકી કરી ચુક્યો છે. આ રેકીમાં જાકિર મુસાનો એક ત્રાસવાદી કમાન્ડર પણ સામેલ હતો. ગુપ્તચર સંસ્થાઓના કહેવા મુજબ હિજબુલ મુજાહીદીનના ત્રાસવાદીઓ વાલરહમા ખાતે દેખાયા છે. આર્મી અને સુરક્ષા દળોને પણ આ લોકો ટાર્ગેટ બનાવી શકે છે. લરકીપોરા અને ફતેહપુરા વચ્ચેના સ્થળ મુખ્ય ટાર્ગેટ સ્થળ હોઇ શકે છે. જેશ અને હિજબુલના ત્રાસવાદીઓ હાલમાં દ્રાસ સેક્ટરના મશ્કોહ વેલીમાં પણ જોવા મળ્યા છે. અર્ધલશ્કરી દળો, સેના અને યાત્રીઓ ઉપર હુમલા કરવાની ફિરાકમાં ત્રાસવાદીઓ દેખાઈ રહ્યા છે. ત્રાસવાદી સંગઠન રોડ ઓપેનિંગ પાર્ટી ઉપર પણ હુમલો કરી શકે છે. બીજી બાજુ અમરનાથ યાત્રા હાલમાં સાનુકળ અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.આજે સવારે નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.છેલ્લા ત્રણ વર્ષની અંદર આ વર્ષે સૌથી વધારે સંખ્યામાં અમરનાથ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. અમરનાથમાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રણ લાખથી પણ ઉપર પહોંચી શકે છે. કારણ કે અમરનાથ યાત્રા હજુ પૂર્ણ થવામાં ઘણો સમય છે. શ્રદ્ધાળુઓનો ધસારો અકબંધ રહ્યો છે. બંને રૂટ બલતાલ અને પહેલગામથી શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા છે. વાર્ષિક અમરનાથ યાત્રામાં કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આ વખતે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. કેન્દ્રમાં મોદી સરકાર પોતે આ વખતે ગંભીર દેખાઇ રહી છે. મોદી સરકારે સુરક્ષાની ખાતરી કરવા તમામ પગલા લીધા છે. સુરક્ષાના કારણે યાત્રા શાંતિપૂર્ણ રહી છે.

Related posts

सैनिटरी नैपकिन पर १२ फीसदी जीएसटी लागू

aapnugujarat

भारत लाया जाएगा नीरव मोदी, लंदन की कोर्ट ने प्रत्यर्पण को दी मंजूरी

editor

કરુણાનિધિના નિધન બાદ અલાગિરી-સ્ટાલિન વચ્ચે લડાઈ શરુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1