Aapnu Gujarat
રાષ્ટ્રીય

આઝાદી બાદ કોરોના ભારત માટે સૌથી મોટો પડકાર

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પોતાના એક નિવેદનમાં કહ્યું કે, આઝાદી બાદ કોવિડ-૧૯ મહામારી દેશનો સૌથી મોટો પડકાર છે. રાજને સાથે જ કહ્યું કે ઘણી જગ્યાઓ પર વિવિધ કારણોના કારણે સરકાર લોકોની મદદ માટે હજાર નથી રહી શકતી. દિલ્હીમાં યુનિવર્સિટી ઓફ શિકાગો સેન્ટર દ્વારા આયોજીત એક ઓનલાઈન કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ભારતમાં સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર માટે નાદારી ઘોષિત કરવાની એક ઝડપી પ્રક્રિયાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, મહામારીના કારણે ભારત માટે આ ખૂબ ખરાબ સમય છે. આઝાદી બાદ કોવિડ-૧૯ મહામારી કદાચ દેશ માટે સૌથી મોટો પડકાર છે. રાજને આગળ કહ્યું કે, જ્યારે મહામારી પહેલી વખત આવી ત્યારે લોકડાઉનના કારણે પડકાર આર્થિક પરિસ્થિતિનો હતો પરંતુ હવે પડકાર આર્થિક અને વ્યક્તિગત બન્ને છે અને જેમ જેમ આપણે આગળ વધીશું એક સામાજીક તત્વ પણ પડકાર બનશે.
દેશમાં હાલ સતત પ્રતિદિવસ ત્રણ લાખથી વઘુ કેસ સામે આવી રહ્યા છે અને મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે. તેમણે જણાવ્યું કે આ મહામારીનો એક પ્રભાવ એ પણ છે કે વિવિધ કારણોથી આપણને સરકારની હાજરી ન જોવા મળી. રાજને કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર કોવિડ-૧૯ દર્દીઓને ઓક્સિજન બેડ આપી શકી છે. ઘણી જગ્યા પર આ સ્તર પણ સરકાર કામ નથી કરી શકી.

Related posts

મેઘાલય : ૨૧ સીટ જીતીને પણ કોંગ્રેસ સત્તાથી દૂર રહી

aapnugujarat

ત્રાસવાદે દુનિયાની માનવતાવાદી શક્તિઓને પડકાર ફેંક્યો : મોદી

aapnugujarat

હિમાચલમાં ભારે વરસાદ : ૨૪૯ લોકોનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1