Aapnu Gujarat
ગુજરાત

ગોજારીયા NRI ગૃપએ 5 ઓટો ઓક્સિજન મશીન ભેટ કર્યા

વિજાપુર થી અમારા સંવાદદાતા મહેશ આસોડીયા જણાવે છે કે, વિજાપુર ટીબી હોસ્પિટલ ખાતે ગોજારીયા NRI ગૃપ તરફથી 5 ઓટો ઓક્સિજન મશીન ભેટ આપવામાં આવ્યા છે. કોરોનાની મહામારી માં જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજન મળી રહે એ હેતુથી અને હોસ્પિટલમાં દાખલ દર્દીને પૂરેપૂરી સારવાર મળી રહે. જેથી કોરોના ની મહામારી માંથી બહાર આવી શકે અને વિજાપુર તાલુકા ના લોકોને બહાર જવું ન પડે એ હેતુ થી ગોજારીયા એન.આર.આઈ ગ્રુપ દ્વારા પાંચ ઓટો ઓક્સિજન મશીન આજે રોજ વિજાપુર ધારાસભ્ય અને ટીબી હોસ્પિટલ ના ડોક્ટરો તેમજ સ્ટાફ ની હાજરીમાં ટી.બી. હોસ્પિટલ વિજાપુર ને ભેટ આપવામાં આવ્યા છે. જેના થી વિજાપુર સહિત ગામના દર્દીઓને આ સેવા નો લાભ મળશે.

Related posts

શહેરા તાલુકાના ટેક્નોસેવી શિક્ષકોની તાલીમ યોજાઈ

editor

ભાવનગરમા થયેલ બે હત્યાના બનાવનો ભેદ ઉકેલાયો

editor

મોરવા હડફ ખાતે પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓનું સંયુક્ત કૃષિ સંમેલન યોજાયું

editor

Leave a Comment

UA-96247877-1