Aapnu Gujarat
રાષ્ટ્રીય

આઇસસ્ક્રીમના ભાવ પણ વધશે

પામ ઓઈલ(ખાવાનું તેલ)ના ભાવ ગત વર્ષથી અત્યારસુધીમાં ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની પ્રથમ લહેરથી બીજી લહેરની વચ્ચે એનો ભાવ ૧૨૦ ટકા વધ્યો છે. ભાવ વધવાથી સામાન્ય માણસનો ખર્ચ પણ વધ્યો છે. એની પાછળનું કારણ એ છે કે ચોકલેટ, પેસ્ટ્રી, સાબુ, લિપસ્ટિક અને બાયોફ્યુલ જેવી પ્રોડક્ટ તૈયાર કરનારી કંપનીઓનો પ્રોડક્શન ખર્ચ વધી જશે. પરિણામે, આ પ્રોડક્ટ્‌સના ભાવ પણ વધશે.રેસ્ટોરાં પણ મોંઘી થશે. પામ ઓઈલનો ઉપયોગ એશિયાઈ દેશોમાં સૌથી વધુ થાય છે.
પામ ઓઈલની કિંમત એ કારણે વધી રહી છે, કારણ કે કોરોનાને પગલે ઉત્પાદક દેશોમાંથી એના સપ્લાઈ પર ખરાબ અસર પડી છે. આ સિવાય રમઝાન અને લોકડાઉનને કારણે મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા અગ્રણી દેશોમાં એનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે.
કોરોનાને કારણે ભારતમાં આંશિક લોકડાઉન છે, જોકે રેસ્ટોરાં હોમ ડિલિવરી કરી રહી છે. અહીં પામ ઓઈલનો વપરાશ છે, એને કારણે ભાવ લોકડાઉનની સરખામણીએ વધી ગયો છે. એવામાં સમગ્ર વર્ષ દરમિયાન ડિમાન્ડમાં સુધારો આવ્યો છે, જોકે ૪-૫ વર્ષથી ટ્રેન્ડમાં હાલ પણ ઉપયોગ ઓછો છે.ભારત મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયા પાસેથી પામ ઓઈલ ખરીદે છે, જ્યારે અન્ય તેલ જેવા કે સોયા તેલ, સન ફ્લાવર ઓઈલને આર્જેન્ટીના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેન પાસેથી ખરીદે છે. હવે કિંમત વધવાથી ભારતમાં આઈસક્રીમ, કોસ્મેટિક, સાબુના ભાવ પણ વધી શકે છે.

Related posts

चंद्रयान-2 को 15 जुलाई सुबह लॉन्च किया जाएगा : इसरो चेयरमैन

aapnugujarat

प्राइवेट सेक्टर से हो सकता है आरबीआई का डेप्युटी गवर्नर : आरबीआई ने विज्ञापन जारी किया

aapnugujarat

मुंबईः परेल रेलवे स्टेशन के फुटओवर फ्रिज पर भगदड, २२ की अधिक मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1