Aapnu Gujarat
રમતગમત

ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ નહીં પાંચ ટી-૨૦ રમશે..!

ભારતીય ક્રિકેટ ટીમે જૂલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જવાનું છે જ્યાં તે વન-ડે અને ટી-૨૦ શ્રેણી રમવાની છે. શ્રેણીમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમાશે. જો કે હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તેમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. શ્રીલંકન બોર્ડ ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીની જગ્યાએ પાંચ મેચ રમે મતલબ કે શ્રીલંકા બોર્ડ ટી-૨૦ શ્રેણીમાં બે મેચનો વધારો કરવા માંગે છે. આ અંગે અત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત ચાલી રહી છે. શ્રીલંકા પ્રવાસે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ જશે કેમ કે ટીમ ઈન્ડિયાના ૨૦ ખેલાડીઓની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે રહેશે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ રમ્યા બાદ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પણ રમશે. સીનિયર ખેલાડીઓના ઈંગ્લેન્ડમાં રહેવાને કારણે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ અને વન-ડે તેમજ ટી-૨૦ સ્પેશ્યાલિસ્ટ ખેલાડીઓ શ્રીલંકાના પ્રવાસે જશે.
શ્રીલંકા પ્રવાસ પર શિખર ધવન ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે છે પરંતુ સુકાનીની રેસમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્ર્‌વર કુમાર પણ રહેલા છે. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમશે. વન-ડે શ્રેણીનો પહેલો મેચ ૧૩ જૂલાઈ બીજો મેચ ૧૬ જૂલાઈ અને ત્રીજો મુકાબલો ૧૯ જૂલાઈએ રમાશે. ટી-૨૦ શ્રેણીનો પહેલો મેચ ૨૨ જૂલાઈ, બીજો મેચ ૨૪ જૂલાઈ અને ત્રીજો મેચ ૨૭ જૂલાઈએ રમાશે. કાર્યક્રમ અનુસાર ટીમ ઈન્ડિયા પાંચ જૂલાઈએ શ્રીલંકા પહોંચશે અને ૨૮ જૂલાઈએ ભારત પરત ફરશે. ટીમે શ્રેણી શરૂ થતાંના એક સપ્તાહ સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

Related posts

टीम इंडिया में हमेशा फ्रेशर खिलाड़ी नहीं बने रहेंगे केएल राहुल : लक्ष्मण

aapnugujarat

વિરાટ કોહલી હાલ ૧૫ લાખ મહિને ભાડાનાં મકાનમાં રહે છે : રિપોર્ટ

aapnugujarat

આઈપીએલ : આવતીકાલે પંજાબ-ચૈન્નઈ વચ્ચે રોમાંચક મુકાબલો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1