Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકારે ‘ટિકા ઉત્સવ’ મનાવ્યો પણ રસીના પુરતા ડોઝની વ્યવસ્થા ન કરી : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર વધુ એક વખત નિશાન તાક્યું છે. પ્રિયંકાએ મોદી સરકાર પર વાર કરતા કહ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે એપ્રિલમાં ‘ટિકા ઉત્સવ’ની ઉજવણી કરી પરંતુ કોરોના સામે રક્ષણ આપતી રસી પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ ન કરાવી જેને પગલે રસીકરણમાં ઘટાડો નોંધાયો છે.
કોરોનાના કેસોમાં ઉછાળો આવતા કેન્દ્ર સરકારે ૧૧થી ૧૪ એપ્રિલ વચ્ચે ‘ટિકા ઉત્સવ’ અંતર્ગત રસીકરણ કાર્યક્રમ હાથ ધર્યો હતો જેનો ઉદ્દેશ વધુમાં વધુ લોકોનું રસીકરણ કરવાનો હતો. પ્રિયંકા ગાંધીએ એપ્રિલ અને મે મહિનામાં રસીકરણના આંકડાને ટાંકીને જણાવ્યું કે, ભારત સૌથી વધુ વેક્સિનનું ઉત્પાદન કરતો દેશ છે. ભાજપે ‘ટિકા ઉત્સવ’ની ઉજવણી કરી પરંતુ પુરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ ન કરાવી જેને પગલે ૩૦ દિવસમાં રસીકરણમાં ૮૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
નાગરિકોને રસી આપવાની બાબતમાં ભારત અમેરિકા, યુકે, તુર્કી અને ફ્રાન્સ કરતા પણ પાછળ હોવાનો એક ગ્રાફ પ્રિયંકા ગાંધીએ શેર કર્યો હતો. પીએમ મોદી કોરોનાની રસી બનાવતી કંપનીઓમાં ગયા અને ત્યાં ફોટો પણ પડાવ્યા પરંતુ શા માટે સરકારે જાન્યુઆરી ૨૦૨૧માં છેક કોરોનાની રસીનો પ્રથમ ઓર્ડર આપ્યો? અમેરિકા સહિતના અન્ય દેશોએ ભારતની કોરોના રસીના ઓર્ડર ઘણા અગાઉથી નોંધાવ્યા હતા. તો આની જવાબદારી કોણ સ્વીકારશે?પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, દેશના દરેક ઘર સુધી રસીકરણ નહીં પહોંચે ત્યાં સુધી કોરોના વાયરસને હરાવવો શક્ય નથી.

Related posts

સંવિધાન મુજબ આર્થિક આધાર પર ન મળી શકે અનામત : પૂર્વ જસ્ટિસ જે ચેલેમેશ્વર

aapnugujarat

ભાજપ સાંસદ કિર્તી આઝાદ ૧૫ ફેબ્રુઆરીએ કોંગ્રેસમાં જોડાશે

aapnugujarat

બસપ સાથે ગઠબંધન રાખવા અખિલેશ બેઠકો પણ છોડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1