Aapnu Gujarat
મનોરંજન

કંગનાએ કરોડોની બ્રાન્ડ્‌સ ગુમાવી

અમિતાભ બચ્ચન પોતાની ડાયલોગ ડિલિવરી માટે જાણીતા છે. કોનામાં એવી હિંમત કે જે અમિતાભને બીજા કલાકારનો ડાયલોગ બોલવા માટે કહી શકે. ’ઈમામી’ ગ્રુપે પોતાની ’બોરોપ્લસ’ બ્રાન્ડની એડવર્ટાઈઝ માટે આ સવાલનો જવાબ શોધી નાખ્યો હતો. તેમને કંગના જવાબ તરીકે મળી હતી. હા, કંગનાની એવી ધાકડ ઈમેજ હતી કે તે કોઈને કંઈપણ કહી શકતી હતી, પૂછી શકતી હતી. જોકે હવે તે વધારેપડતી આક્રમક તથા નીડર થઈ ગઈ છે કે તમામ બ્રાન્ડ્‌સ એનાથી દૂર જવા લાગી છે. એમ કહેવામાં આવે કે કંગનાની બ્રાન્ડ વેલ્યુ પૂરી થઈ રહી છે તો એ જરાય ખોટું નથી. આ માટે માત્ર ને માત્ર કંગનાને જવાબદાર ગણાવી શકાય.કંગનાએ જાતે જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ખેડૂત આંદોલન વિરુદ્ધ પોતાનો અભિપ્રાય આપ્યા બાદ તેણે ૧૫ કરોડ રૂપિયાના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ગુમાવ્યા હતા. કંગના પાસે આજે લિવા ફેબ્રિક તથા મુંબઈની એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ પ્લેટિનમ સિવાય અન્ય કોઈ મોટી બ્રાન્ડ નથી. લિવા ફેબ્રિક બિરલા ગ્રુપની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીની બ્રાન્ડ છે.

Related posts

મોટા ભાગના એવોર્ડ સમારોહ ગેટ ટુ ગેધર જેવા : વિદ્યા બાલન

aapnugujarat

हॉलिवुड के ऐक्टर अरनॉल्ड को ऑफर हुई थी २.०

aapnugujarat

લગ્નની ભવિષ્યવાણી કરનારાં બધાં ખોટાં પડ્યાં : કરીના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1