Aapnu Gujarat
મનોરંજન

મોટા ભાગના એવોર્ડ સમારોહ ગેટ ટુ ગેધર જેવા : વિદ્યા બાલન

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી વિદ્યા બાલને કહ્યું હતું કે આજકાલ મોટાભાગના એવોર્ડ સમારોહ સ્નેહ મિલન (ગેટ ટુ ગેધર ) જેવા બની ગયા છે. એવોર્ડ વિતરણ ઓછું અને એકબીજા સાથે હળવા ભળવાનું વધારે એવું જોવા મળે છે.
’તમને એવોર્ડ મળે તો સારી વાત છે. બાકી તમે મારા માટે તાળી પાડો અને હું તમારા માટે તાળી પાડું એવું મોટા ભાગના એવોર્ડ સમારોહમાં જોવા મળે છે. આવા એવોર્ડ સમારોહને ગંભીરતાથી લેવાના ન હોય. જેમને એવોર્ડ મળે એમને બિરદાવો અને મનોરંજન માણીને છૂટાં પડો. બસ, વાત પૂરી’ એમ વિદ્યાએ કહ્યું હતું.
એણે હસતાં હસતાં કહ્યું કે મને મારા દોસ્તો માટે તાળી પાડવામાં કશો વાંધો નથી. મિત્રોને બિરદાવવા એવું કરવું પડે. હું તમને એક સરસ સત્યઘટના કહું. મારી ભૂલભૂલૈયા ફિલ્મ રજૂ થઇ ત્યારે બધાએ વખાણ કરેલા. મારું કામ પણ સૌને પસંદ પડયું હતું. સૌને ફિલ્મ ગમી હતી અને સારી ચાલી હતી પરંતુ એક પણ એવોર્ડ માટે એને નોમિનેશન મલ્યું નહોતું. હું તો અપસેટ થઇ ગયેલી. થોડો સમય એવો અફસોસ રહ્યો. પછી આવા સમારોહોથી ટેવાઇ ગઇ અને એવોર્ડ મેળવવા માટે થતી ખટપટની સમજણ આવી ગઇ.

Related posts

મને બાળપણથી શ્રદ્ધા માટે ક્રશ હતો : ટાઇગર શ્રોફ

aapnugujarat

સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ લિસ્ટમાં અક્ષય કુમાર ૧૦૦ કરોડ વેલ્યુ સાથે પહેલા નંબરે

aapnugujarat

સલમાન ‘ટાઈગર ૩’ ડિસેમ્બરમાં રિલીઝ કરવા મક્કમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1