Aapnu Gujarat
મનોરંજન

મને બાળપણથી શ્રદ્ધા માટે ક્રશ હતો : ટાઇગર શ્રોફ

એ લિસ્ટના કલાકારોમાં ગણાતા થઇ ગયેલા હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફે એવો એકરાર કર્યો હતો કે મને મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂર માટે ક્રશ હતો.યસ, અમે બાળપણથી સાથે ઊછર્યાં છીએ. એકમેકની નિકટ પણ હતાં. મને પહેલેથી એને માટે ક્રશ હતો પરંતુ મોઢામોઢ કહેવાની હિંમત મારામાં નહોતી’ એમ ટાઇગરે કહ્યું હતું. હવે બંને જણ બાગી થ્રી ફિલ્મ સાથે કરવાનાં છે. બંને કલાકારોએ આ ફિલ્મના એક્શન શોટ્‌સની તાલીમ શરૃ કરી દીધી હતી. ટાઇગરે કહ્યું કે શ્રદ્ધા સાથે ફિલ્મ કરવાની છે એ વાતે હું સારો એવો ઉત્તેજિત છું. આ ફિલ્મમાં શ્રદ્ધા પણ કેટલાક જોરદાર એક્શન શોટ્‌સ આપવાની છે એટલે અમે બંનેએ એક્સપર્ટ એક્શન ડાયરેક્ટરના હાથ નીચે તાલીમ શરૃ કરી દીધી હતી. બાગી સિરિઝની પહેલી બંને ફિલ્મોમાં હીરો ટાઇગર શ્રોફ હતો. હીરોઇન તરીકે ટાઇગરની હાલની ગર્લફ્રેન્ડ મનાતી દિશા પટની હતી. બાગી અને બાગી ટુ બંને હિટ નીવડતાં કરણ જોહરે ટાઇગરને પોતાની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુમાં હીરો તરીકે લીધો હતો. જો કે આ ફિલ્મે ધાર્યો બિઝનેસ કર્યો નહીં.

Related posts

સુશાંતે અંકિતાને લઇને કહેલી વાતનો વીડિયો થયો વાયરલ

editor

‘હું તો દેખાડા માટે ચેરિટી કરૂ છું’ : સલમાન

aapnugujarat

SSR CASE : NCB ने ड्रग्स मामले में मिरांडा व शौविक से जुड़े शख्स को किया गिरफ्तार

editor

Leave a Comment

UA-96247877-1