Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધી આરએસએસની મદદ લઇ રહ્યા છે : મમતા બેનરજી

ચૂંટણી આવતા જ મોદી સરકારને મૂળમાંથી ઉખાડવા માટે એક મંચ પર ભેગા થઇ મહાગઠબંધનથી જોડાનાર મમતા બેનરજી અને કોંગ્રેસ વચ્ચે આરોપોનો મારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ મમતા બેનરજીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ની મદદ લેવાનો આરોપ લગાવતા તેમની પર આકરા પ્રહારો કર્યા હતા. જેની પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ પણ મમતા બેનરજી પર ભાજપા સાથે વિતેલા સમયમાં સંધિ કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાંધીએ આ દરમિયાન મમતા બેનરજી પર કટાક્ષ કરતા જણાવ્યું કે, મમતા પૂછી રહ્યા છે કે અમે હકીકતમાં ભાજપા વિરોધ લડી રહ્યા છીએ, જેની સામે હું પૂછવા માંગૂ છું કે, રાફેલ મુદ્દો કોણે ઉઠાવ્યો? ચોકીદાર ચૌર છે નો નારો કોણે આપ્યો? અમે બીજેપી સાથે ક્યારે પણ, કોઇ પણ રાજ્યમાં સંધિ કે કરાર કર્યો નથી.
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં કોઇને પણ અડવાનો પ્રયત્ન કરશે તો અમે ભાજપાને નહી છોડીએ. ભાજપા નાગરિકતા સુધારણી બીલના નામ પર દેશમાંથી બધાને બહાર કાઠવાનું ષડયંત્ર કરી રહ્યું છે, અમે ભાજપાને બીલ સુધારણા નહી કરવા દઇએ. મતદાતાઓને કોંગ્રેસને મત ન આપવાની અપીલ કરતા મમતાએ આરોપ લગાવ્યો હતો કે, આરએસએસએ પાર્ટીના ઉમેદવારેને રાજ્યમાં મદદ કરી રહી છે. કોઇનું પણ નામ લીધા વગર તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ ઉમેદવાર બેદરામપુરથી ચૂંટણી લડી રહ્યા છે અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર જંગીપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે, જેમને આરએસએસનું સમર્થન છે.

Related posts

वरिष्ठ वकील और राज्यसभा सांसद राम जेठमलानी का निधन

aapnugujarat

SBIને ૪૮૭૬ કરોડનું નુકસાન

aapnugujarat

અમેઠીમાં એકે ૪૭ની ફેક્ટરી લગાવવા જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1