Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

SBIને ૪૮૭૬ કરોડનું નુકસાન

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન ૪૮૭૫.૮૫ કરોડ રૂપિયાનું ચોંકાવનારુ નુકસાન થયું છે. આશ્ચર્યની બાબત એ છે કે, એસબીઆઈને જૂન ત્રિમાસિક ગાળામાં ૪૪૨ કરોડ રૂપિયાના નફાનો અંદાજ મુકવામાં આવ્યો હતો પરંતુ બેંકે આની બિલકુલ વિરુદ્ધમાં સતત ત્રિમાસિક ગાળામાં નુકસાન થયું છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે છેલ્લા નાણાંકીય વર્ષમાં છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭૭૧૮.૧૭ કરોડનું નુકસાન થયું હતું જ્યારે એક વર્ષ પહેલા આજ ત્રિમાસિકગાળામાં એટલે કે જાન્યુઆરી-માર્ચ ૦૧૭ના ગાળા દરમિયાન તેમને ૨૦૦૫.૫૩ કરોડ રૂપિયાનો નફો થયો હતો. નાણાંકીય વર્ષ ૦૧૮ના ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં બેંકને ૨૪૧૬.૪૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એસબીઆઈને આ નુકસાન પ્રથમ વખત થયું છે. જૂન ત્રિમાસિક ગાળામાં એસબીઆઈને ૨૧૭૯૮ કરોડ રૂપિયાની નેટ વ્યાજ આવક થઇ હતી જે એક વર્ષ પહેલા આ ત્રિમાસિક ગાળામાં ૧૭૬૦૬ કરોડ રૂપિયા હતી. જૂન ત્રિમાસિક ગાળા માટે બેંકને ૧૯૨૨૮.૨૬ કરોડ રૂપિયાની પ્રવિઝનિંગ કરી છે જેમાર્ચ ત્રિમાસિક ગાળા માટે ૨૮૦૯૬.૦૭ કરોડ રૂપિયા હતી. બોંબે સ્ટોક એક્સચેંજને આપવામાં આવેલી માહિતીમાં એસબીઆઈએ આ અંગની માહિતી આપી છે અને કહ્યું છે કે, પહેલી નવેમ્બર ૨૦૧૭થી લાગૂ કરવામાં આવેલા નવા સેલરી હેઠળ બાકી રકમ માટે ૩૦મી જૂન ૨૦૧૮ ,સુધી ૨૬૫૫.૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી જે માર્ચ ૧૬૫૯.૪૧ કરોડ રૂપિયા હતી. એસબીઆઈના ત્રિમાસિકગાળાના નુકસાનને લઇને કારોબારીઆમાં પણ ચર્ચા રહી છે. ઉંચી જોગવાઈના પરિણામ સ્વરુપે આ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

ઈડીએ ૩૮૫૦૦ કરોડ રૂપિયાની સંપિત્ત જપ્ત કરી

aapnugujarat

પોતાના દેશમાં ધન મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ, વર્લ્ડ બેંક રીપોર્ટમાં જાણકારી

aapnugujarat

સાસુ – સસરાની સંપત્તિ પર પુત્રવધુનો અધિકાર નહી : દિલ્હી હાઇકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1