Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્રએ ખેડૂતોનાં ખાતામાં ૪૯,૯૬૫-કરોડ ટ્રાન્સફર કર્યા

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે રવી સીઝન ૨૦૨૧-૨૨માં ખરીદી સુચારુરૂપે ચાલતાં નવ મે સુધી કુલ ૩૩૭.૯૫ ન્સ્‌ ઘઉં ખરીદી કરવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે ૨૪૮.૦૨૧ ન્સ્‌ ઘઉંની ખરીદી કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષની તુલનામાં આશરે ૩૪.૦૭ લાખ ખેડૂતો લાભાન્વિત થયા છે, જયારે ગયા વર્ષે ૨૮.૧૫ લાખ ખેડૂતો લાભાન્વિત થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ખરીદી સંપૂર્ણ ભારતમાં ૧૯,૦૩૦ ખરીદ કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોને હવે દેશભરમાં વિના વિલંબે પોતાના પાકોના વેચાણની સામે સીધો લાભ મળી રહ્યો છે.
કુલ ડીબીટી ચુકવણીમાંથી અત્યાર સુધી રૂ. ૪૯,૯૬૫ કરોડ ખેડૂતોના ખાતાઓમાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આ ઘઉંની ખરીદી માટે કરવામાં આવ્યા છે. પંજાબમાં રૂ. ૨૧,૫૮૮ કરોડ અને હરિયાણામાં આશરે રૂ. ૧૧,૭૮૪ કરોડ સીધા ખેડૂતોનાં ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
સચિવ પાંડેએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને બે મહિનાના સમયગાળા એટલે કે મે અને જૂન, ૨૦૨૧ માટે લાગુ કરવામાં આવી છે. આ પદ્ધતિ અનુસાર પ્રતિ મહિને પાંચ કિલોગ્રામ પ્રતિ વ્યક્તિના અનુસાર વધારાના ખાદ્યાન્ન આશરે ૮૦ કરોડ લાભાર્થીઓને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર રૂ. ૨૬,૦૦૦ કરોડથી વધુનો બધો ખર્ચ વહન કરશે. તેમણે જણાવ્યું હતું કે વિભાગ આ યોજનાની સતત સમીક્ષા કરી રહ્યો છે અને વ્યાપક પ્રચાર કરવા માટે અને જારી કરેલી સલાહોને અનુરૂપ કોવિડ-૧૯થી સંબંધિત બધા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યા પછી ઈર્ઁંજી ઉપકરણોના માધ્યમથી પારદર્શી પ્રકારથી ખાદ્યાન્નના સમય પર વિતરણની ખાતરી કરવા માટે બધાં રાજ્યોની સાથે મળીને કામ કરી રહ્યો છે. ૨૬ એપ્રિલે સચિવ તરફથી પાંચ મે,૨૦૨૧એ સંયુક્ત સચિવના માધ્યમથી૫ રાજ્યોની સાથે આ વિશે બેઠક પણ થઈ ચૂકી છે.

Related posts

पूर्व पीएम मनमोहन सिंह ने राज्यसभा सदस्य के तौर पर ली शपथ

aapnugujarat

ओबीसी वर्ग को लुभाने के लिए नरेंद्र मोदी की कई योजना तैयार

aapnugujarat

गुजरात जा रही बस रायपुर में दुर्घटनाग्रस्त, 7 की मौत

editor

Leave a Comment

UA-96247877-1