Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાં આદમી પાર્ટી દ્વારા રસીકરણની પ્રકિયા ઝડપી કરવાની માંગ

   ગોધરાથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા જીલ્લા કલેકટરને  આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાજણાવાયુ છે કે જેમાં કોરોના મહામારીની અત્યારે સેકન્ડ વેવની સ્થિતિ ચાલે છે જેમાં મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ થઇ રહી છે. મેડિકલ રીસર્ચ સંસ્થાઓ  દ્વારા સરકાર ને કોરોના સેકન્ડ વેવની આગાહી કરવામાં આવી હતી અને ગંભીર સૂચનાઓ સાથે મેડિકલ સુવિધાઓ અને સેવાઓ બાબતે પુરી અને પુરતી તૈયારીઓ રાખવા માટે સૂચિત કરવામાં આવ્યું હતું.છતાં આજની આરોગ્ય લક્ષી સેવાઓની સ્થિતિ જોતા સ્પષ્ટ જણાય રહ્યું છે કે, સરકારે આ બાબતે ગંભીર નોંધ લીધી હોય તેવું જણાતું નથી.

   આજે બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્જેક્શન, આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા સ્ટાફ વગેરેઓની અછત જોવા મળી રહી છે.  અને પરિણામે દર્દીઓને પુરી અને પુરતી સારવાર ન મળવાના કારણે જાન ગુમાવવાનો સમય આવ્યો હોય એવું લાગી રહ્યું છે.મેડિકલ રીસર્ચ સંસ્થાઓ દ્વારા જ્યારે કોરોના મહામારીની થર્ડ વેવની આગાહી કરી છે અને સાથે સાથે ગંભીરતાપૂર્વક સૂચના આપવામાં આવી છે ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લે અને જરુરી સુવિધાઓ તૈયાર રાખે. જેથી લોકોની જાનહાનિ અટકાવી શકાય..આ સાથે જણાવવામાં આવ્યું છે કે, રસીકરણ જાગૃતિ અભિયાન ચલાવી લોકોને જાગૃત કરવાની જરૂર છે અને રસીકરણ કેન્દ્રો વધારવાની જરૂર છે અને પુરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.

   જિલ્લા પ્રમુખ  દિનેશ બારીઆ એ જણાવ્યું છે કે, રસીકરણ જાગૃતિ અભિયાન માટે તેમજ લોકોને રસી ઝડપથી મળે તે માટે પાર્ટીના કાર્યકરો તંત્રને સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છે તેમ જણાવી વધુમાં કહ્યું કે અત્યારે તમામ નાગરિકોએ કોરોના મહામારીને અટકાવવા માટે રસીકરણ અભિયાન ને  મહત્વ આપે એ જરૂરી છે.આવેદનપત્ર આપવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ,  દયાલ આહુજા તથા હુસૈન પ્રેસવાલા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

रामोल में पुलिस कॉन्स्टेबल ने शराब पीकर हंगामा किया

aapnugujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-જાપાનના વડાપ્રધાનનું સ્વાગત કરવા ૪૦ સ્ટેજ પરથી કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય કરાશે

aapnugujarat

વિરમગામ મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી બંઘ રહેતાં નાગરીકોને પડતી મૂશ્કેલીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1