Aapnu Gujarat
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-જાપાનના વડાપ્રધાનનું સ્વાગત કરવા ૪૦ સ્ટેજ પરથી કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજો અબે બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે આ અગાઉ અમદાવાદ એરપોર્ટ ઉપર આ બંને મહાનુભવો આવી પહોંચે તે સાથે જ તેમનુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માટે વિવિધ વિસ્તારોમા મળીને કુલ ૪૦ જેટલા સ્ટેજ તૈયાર કરવામા આવ્યા છે આ સ્ટેજ પર વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા પરંપરાગત લોકનૃત્ય દ્વારા બંનેનુ સ્વાગત કરવામા આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,કલેકટર કચેરી સહીત સમગ્ર શહેર પોલીસને ખડેપગે રહેવાના આદેશ કરવામા આવ્યા છે.અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટનુ ભુમિપુજન કરવા ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાનારી ઈન્ડો-જાપાન સમિટમા ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન શીનજો અબે તેમજ તેમના પત્ની અકી અબે અને જાપાનના ડેલિગેટસ અમદાવાદ શહેરમા ૧૩ સપ્ટેંબરના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે આ સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવશે.ગાર્ડ ઓફ ઓનરની કાર્યવાહી પુરી થયા બાદ બંને મહાનુભવોના રસાલો એરપોર્ટથી નકકી કરવામા આવેલા સાબરમતી આશ્રમ સુધીના રૂટ ઉપર પહોંચશે જ્યાં આશ્રમમા આયોજિત સાંજની પ્રાર્થનામા ભાગ લીધા બાદ બંનેનો કાફલો રીવરફ્રન્ટના માર્ગે જુના લકકડીયા પુલ(એલિસ પુલ) પહોંચશે જ્યા થોડી મિનીટોના રોકાણ બાદ સાંજે ૭ કલાકના સુમારે લાલ દરવાજા સ્થિત આવેલી સીદી સૈયદની જાળી(મસ્જિદ) પહોંચશે.જ્યા રોકાણ બાદ સામેના ભાગમા આવેલી હેરીટેજ હોટલ અગાશીયે પહોંચશે જ્યા રાત્રી ડીનર લેવામા આવશે.ડીનર બાદ જાપાનના વડાપ્રધાન અને તેમના પત્ની અકી અબે વસ્ત્રાપુર ખાતે આવેલી હોટલ હયાત ખાતે પહોંચી રાત્રી રોકાણ કરશે જ્યાંથી ગુરૂવારે સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે આયોજિતકરવામા આવેલા અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટના ભુમિપુજન માટે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શીનજો અબે, તેમના પત્ની અકી અબે અને જાપાનના આવનારા તમામ ડેલિગેટસના ભવ્ય સ્વાગતમા એરપોર્ટથી આશ્રમ સુધી એક ભવ્ય રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે.આ રોડ શો દરમિયાન વિવિધ સ્થળોએ મળીને કુલ ૪૦ જેટલા સ્ટેજ બનાવવામા આવ્યા છે.જેના પરથી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા તેમના સ્વાગત માટે પરંપરાગત લોકનૃત્ય રજુ કરવામા આવશે. આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ કલેકટર અને શહેર પોલીસના સમગ્ર કાફલાને ખડેપગે રાખવામા આવશે.૧૩મીએ સવારે ૧૧ કલાકથી જ સ્ટુડન્ટસ સહીતના તમામને નિયત સ્થળે તૈનાત કરી દેવામા આવશે જે કાર્યક્રમ પુરો થાય ત્યાં સુધી હાજર રહેશે.

Related posts

નંદાસણના યુવાનને અમેરિકા જવાનું કહી અપહરણ કરી પણજી ના જંગલ માં ગોંધી રાખ્યો

aapnugujarat

वटवा मर्डर मामले में मृतक की पत्नी का प्रेमी अब भी लापता

aapnugujarat

મોદીના હસ્તે નર્મદા કાંઠે આધુનિક ટેન્ટ સિટીનું લોકાર્પણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1