Aapnu Gujarat
ગુજરાત

શિન્જોના સ્વાગત માટે તૈયારી : રોડ શો માટે નકકી રૂટ પર ગ્રાન્ડ રીહર્સલ થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજો અબે ૧૩-૧૪ સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે આ અગાઉ તમામ તંત્રમાં તેમના આગમન અગાઉની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર આ બંને મહાનુભવોના આગમન બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવશે.ગાર્ડ ઓફ ઓનરની વિધિ પુરી થયા બાદ બંને એરપોર્ટથી બહાર નીકળે એ સમયે બંનેનુ સ્વાગત પરંપરાગત વાજિંત્રો સાથે કરવામા આવશે.આ વાજિંત્રોમાં તુતારી, ભુંગળ, ધંટ,શંખ,મંજીરા ત્રાંસા અને નગારા જેવા વાજિંત્રોનો સમાવેશ થાય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની જો વાત કરવામા આવે તો વડાપ્રધાનના અમદાવાદમા આગમન અગાઉ તંત્ર દ્વારા કરવામા આવેલી તૈયારીઓની એક સમીક્ષા બેઠક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ)ની અધ્યક્ષતામા બપોરે ૧૧ કલાકે યોજવામા આવી હતી.બાદમા બપોરે ૩.૩૦ કલાકે બંને મહાનુભવોના રોડ-શો દરમિયાન કરવામા આવનારા સ્વાગત અને તે માટે તૈયાર કરવામા આવેલા સ્ટેજ પર ગ્રાન્ડ રીહર્સલ કરવામા આવ્યુ હતુ.

Related posts

સુરતથી બિહાર વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી

aapnugujarat

कालूपुर पुलिस थाने में कार्यरत महिला पुलिस कांस्टेबल ने आत्महत्या की

aapnugujarat

જીએસટીનો અમલ દોઢ વર્ષ માટે મોકૂફ રાખોઃ શંકરસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1