Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૦ રાજ્યોમાં કોરોના કારણે સ્થિતિ ખરાબ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૪,૦૩,૭૩૮ કેસમાંથી ૭૧.૭૫ ટકા મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી સહિત ૧૦ રાજ્યોના છે. આ યાદીમાં અન્ય ૧૦ રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે. મંત્રાલયે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૬,૫૭૮૭૮ દર્દીઓ નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટકમાં ૪૭ ૪૭,૫૬૩ અને કેરળમાં ૪૧,૯૭૧ કેસ નોંધાયા છે.તેમણે જણાવ્યું કે દેશભરમાં કુલ ૩૦.૨૨ કરોડ નમૂનાઓની તપાસ કરવામાં આવી છે, જ્યારે દૈનિક કોવિડ -૧૯ સંક્રમણ દર ૨૧.૬૪ ટકા છે. ભારતમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ૩૭,૩૬,૬૪૮ એ પહોંચી ગઈ છે અને તે કુલ કેસોના ૧૬.૭૬ ટકા છે. ૨૪ કલાકના ગાળામાં ૧૩,૨૦૨ દર્દીઓનો ઘટાડો થયો છે.મંત્રાલયે જણાવ્યું મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, બિહાર, મધ્યપ્રદેશમાં દેશના ૮૨.૯૪ ટકા લોકો સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય મૃત્યુ દર ઘટી રહ્યો છે અને હાલમાં તે ૧.૦૯ ટકા છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૪,૦૯૨ લોકોનાં મોત થયાં છે. તેમાંથી ૭૪.૯૩ ટકા દર્દીઓ ૧૦ રાજ્યોમાં મૃત્યુ પામ્યા છે.મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮૬૪ લોકો માર્યા ગયા છે. ત્યારબાદ કર્ણાટકમાં ૪૮૨ લોકોનાં મોત નીપજ્યાં છે. મંત્રાલયે જણાવ્યું કે ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૦ લાખની વસ્તી પર મૃત્યુ દર રાષ્ટ્રીય સરેરાશ (૧૭૬) કરતા ઓછો છે જ્યારે ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે રાષ્ટ્રીય સ્તર કરતા વધારે છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીના ૧૬.૯૪ કરોડ ડોઝ અપાયા.

Related posts

૧૩ જુલાઇ સુધી દેશમાં લગભગ અઢી લાખ વેક્સિનના ડોઝ ખરાબ થયા

editor

२०१४ दिल्ली रेप केस में उबर ने टोप एग्जिक्युटिव को हटाया

aapnugujarat

मुंबई में पकड़ी गई 1000 करोड़ की ड्रग्स

editor

Leave a Comment

UA-96247877-1