Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વેક્સીન સપ્લાય અંગે ભારતે કોઈના લેક્ચર સાંભળવાની જરુર નથી : ફ્રાન્સ

ભારતમાં કોરોનાની બીજી લહેરે ચારે તરફ તબાહી મચાવી છે અને વિદેશી મીડિયામાં પણ ભારતમાં રોજ થઈ રહેલા મોતનો મુદ્દો છવાયેલો છે.આ મામલે મોદી સરકારની ટીકાઓ પણ થઈ રહી છે ત્યારે ફ્રાન્સે મોદી સરકારનુ સમર્થન કર્યુ છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને પીએમ મોદીને કહ્યુ હતુ કે, વેક્સીન સપ્લાય અંગે ભારતે કોઈના લેકચર સાંભળવાની જરુર નથી.યુરોપિયન દેશોના નેતાઓના ઓનલાઈન સંમેલનમાં પીએમ મોદી પણ સામેલ થયા હતા.આ સમયે મેક્રોને કહ્યુ હતુ કે, ભારતે બહુ દેશોની વેક્સીન પહોંચાડીને મદદ કરી છે અને સામે માનવતાને ઈમ્પોર્ટ કરી છે.દરમિયાન પીએમ મોદીએ યુરોપિયન યુનિયનના ૨૭ દેશોને ભારતનો સાથ આપવા માટે અને કોરોના રસી માટેના મટિરિયલ પર ડ્યુટી ઓછી કરવા માટે અપીલ કરી હતી.વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, પીએમ મોદીએ તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરેલી બેઠકમાં વેપાર, રોકાણ અને કોમ્યુનિકેશનના સેક્ટરમાં તમામ પ્રકારનો સહયોગ વધારવા માટે વાતચીત કરી હતી.તમામ દેશોએ ગયા વર્ષે ભારતે કોરોના સામે લડવામાં તેમને કરેલી મદદને યાદ કરી હતી અને ખાતરી આપી હતી કે, ભારતને યુરોપના દેશો તમામ પ્રકારની મદદ પહોંચાડશે.ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદીએ પોર્ટુગલ જવાનુ હતુ પણ કોરોના વાયરસની સ્થિતિને જોઈને તેમણે આ વિદેશ પ્રવાસ પડતો મુક્યો હતો.

Related posts

धारा 370 : इस्लामाबाद में लगे ‘अखंड भारत-महाभारत’ वाले पोस्टर

aapnugujarat

અવકાશમાં ચીનનું સ્પેશ સ્ટેશન ખોટવાયુ : ૮ હજાર કિલોનો કાટમાળ ધરતી ઉ૫ર ખાબકશે

aapnugujarat

ટ્રમ્પે ઓબામાની માફી યોજનાને રદ કરતાં સાત હજાર ભારતીય-અમેરિકનોને માથે મુસીબત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1