Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પે ઓબામાની માફી યોજનાને રદ કરતાં સાત હજાર ભારતીય-અમેરિકનોને માથે મુસીબત

બાળકો તરીકે અમેરિકામાં ગેરકાયદેસર રીતે આવેલા લોકોને વસાહતીઓ તરીકે વર્ક પરમીટ આપવા માટે આગલી બરાક ઓબામા સરકારે લાગુ કરેલી માફી યોજનાને યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રદ કરી દીધી છે.ટ્રમ્પના આ નિર્ણયને કારણે કાયદેસર દસ્તાવેજો વગર અમેરિકામાં કામ કરતા આઠ લાખ જેટલા કર્મચારીઓને માઠી અસર પડી શકે છે. આમાં સાત હજાર જેટલા ભારતીય-અમેરિકન્સ છે.યૂએસ એટર્ની જનરલ જેફ સેશન્સે જાહેરાત કરી હતી કે ટ્રમ્પ વહીવટીતંત્રે ડેફર્ડ એક્શન ફોર ચિલ્ડ્રન અરાઈવલ (ડીએસીએ) યોજનાને રદ કરી છે.અમેરિકાના એટર્ની જનરલ જેફ સેન્શસે જણાવ્યું હતું કે હું આજે જાહેરાત કરું છું કે ડિફર્ડ એકશન ફોર ચિલ્ડ્રન અરાઈવલ (ડાકા) નામના કાર્યક્રમને રદ કરી દેવાયો છે. ઓબામા વહીવટીતંત્ર વખતે તે અમલમાં આવ્યો હતો. યોગ્ય દસ્તાવેજો વિના બાળપણમાં અમેરિકા આવેલા લોકોને પરત મોકલવાને બદલે ઉગારી લેવામાં જોગવાઈ ડાકામાં કરાઈ છે.એટર્ની જનરલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આપણે દર વર્ષે કેટલા વિદેશઓને આવવાની પરવાનગી આપી શકીએ તે અંગે હવે મર્યાદા નક્કી કરવી પડશે. અહીંયા આવવાની ઈચ્છા ધરાવનાર દરેકેદરેકને આવવાની આપણે પરવાનગી આપી શકીએ નહીં. આ સીધેસીધી અને સામાન્ય વાત છે. એમ્નેસ્ટી કાર્યક્રમ ગેરબંધારણી છે અને હજારો અમેરિકીઓની નોકરી આંચકી લે છે.
છેલ્લાં કેટલાક દિવસોથી ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ પ્રકારની જાહેરાતની અપેક્ષા રખાતી હતી અને તેના વિરોધમાં સમગ્ર અમેરિકામાં દેખાવો પણ યોજાઈ રહ્યા હતાં. વ્હાઈટ હાઉસ બહાર પણ અનેક લોકો એકઠા થયા હતાં, પરંતુ જરાય નાસીપાસ થયા વિના ટ્રમ્પ વહીવટીતંત્રે ડાકા રદ કરવાની જાહેરાત કરી છે. પ્રમુખ ટ્રમ્પે એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે ઈમિગ્રેશન કાયદાઓમાં સુધારા લાવવા માટે પોતે સંસદમાં ડેમોક્રેટ્‌સ તથા રીપબ્લિકન્સ, બંને પાર્ટીના સભ્યો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ટ્રમ્પના આ નિર્ણયને વખોડી કાઢ્યો છે.એવી જ રીતે, મેક્સિકોની સરકારે પણ ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયની ટીકા કરી છે.
ડીએસીએ યોજના રદ કરવા બદલ મેક્સિકોના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં અફસોસ વ્યક્ત કર્યો છે.આ વર્ષની ૩૧ માર્ચ સુધીમાં ઉપલબ્ધ આંકડા અનુસાર, ડીએસીએ યોજના અંતર્ગત અમેરિકામાં કામ કરતા વિવિધ દેશોના વિદ્યાર્થીઓમાં ભારતનો નંબર ૧૧મો આવે છે.ડીએસીએ યોજના હેઠળ એવા બાળકો, વિદ્યાર્થીઓને અમેરિકામાં વર્ક પરમીટ ઈસ્યૂ કરવાની મંજૂરી અપાઈ હતી, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

Related posts

अमेरिका ने एफ-16 पर पाकिस्तान को लगाई फटकार

aapnugujarat

Terrorism in Pakistan’s DNA itself : India

aapnugujarat

સાઉદી અરબે ઇઝરાયેલી ફ્લાઇટો માટે પોતાની એર સ્પેસ બંધ કરી

editor

Leave a Comment

UA-96247877-1