Aapnu Gujarat
ગુજરાત

મહામારીમાં ગુજરાત સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા છે : કોંગ્રેસ

અમદાવાદ શહેર સહિત રાજ્યના મહાનગરોમા પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યું પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતા. આ સાથે રેમડેસિવીર, ઓક્સિજન, બેડ સહિત આરોગ્ય મુદ્દે ધરણા પ્રર્દશન કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના સરદાર બાગ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોરોના મહામારીમાં મૃત્યું પામેલા લોકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય સરકાર વિરૂદ્ધ પ્લેટ કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન સાથે ધરણા કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત ધારાસભ્યો ઇમરાન ખેડવાલા અને ગ્યાસુદ્દીન શેખ અને શહેર કોંગ્રેસ ઇન્ચાર્જ પ્રમુખ ચેતન રાવલ સહિતના કાર્યકરોની અટકાયત કરવામા આવી છે.ઓક્સિજન, રેમડેસિવીર વેન્ટિલેટર પુરા પડવાના સ્લોગનવાળા પ્લેકાર્ડ દર્શાવી ધારણા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ પોલીસે કોંગ્રેસના નેતાઓ- કાર્યકરોની અટકાયત કરી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ, ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે, કોરોના મહામારીમાં સરકારે ગુજરાતના લોકોને ભગવાન ભરોસે છોડી દીધા છે . રાજ્યની હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત છે. આરોગ્યની સુવિધાના અભાવે ગુજરાતના લોકો મરવા મજબૂર બન્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષને ઉદ્ઘાટન અને રાજકીય તાયફા કરવાની છૂટ મળે છે. પશ્ચિમ બંગાળની ઘટના અંગે ભાજપના લોકો ગુજરાતમાં ધારણા કરે છે. અમે લિમિટેડ લોકોની હાજરીમાં કોરોનાના નિયમોનું પાલન કરીને ધારણા કર્યા છે. લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે અમે ધારણા કર્યા છે. ભાજપના લોકો કાર્યક્રમ કરે, કોંગ્રેસ લોકોની વાત કરે તો પણ પોલીસ અટકાયત કરે છે,કોરોનાની સ્થિતિ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતુ કે, ૧૩ મહિનામાં સરકારના અણવહીવટના કારણે ૭ હજારથી વધુ મૃત્યું થયા છે . કોરોનામાં મૃત્યું પામનારને કોંગ્રેસ પરિવાર શ્રદ્ધાંજલિ આપે છે. ૧૩ મહિનામાં સરકારે કાંઈ ના કરતા લોકો મારવા મજબૂર બન્યા છે. સરકારનું આયોજન માત્ર કાગળ પર જ છે. ઓક્સિજન, વેન્ટિલેટર અને સ્ટાફ આપો એવી માંગ પ્રજા વતી અમે કરી રહ્યા છીએ. સરકાર નહીં જાગે તો આનાથી પણ વધારે ખરાબ દિવસો આવશે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટર કચેરી બહાર ધરણા કરવા જતા પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અટકાયત કરી દેવામાં આવી હતી .

Related posts

કડીમાં જાહેર રસ્તાઓની હાલત કફોડી

editor

હવે વિદેશી પ્રવાસીઓ તાજમહેલ નહી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છે : સીઆર પાટીલ

aapnugujarat

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૨૨૬ કેસ નોંધાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1