Aapnu Gujarat
મનોરંજન

શિલ્પા શેટ્ટીએ જણાવી સોશિયલ મીડિયાની હકીકત

શિલ્પા શેટ્ટીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક ઈમોશનલ નોટ શેર કરી છે. પોસ્ટમાં એક ફોટો પણ શેર કર્યો છે, તેમાં અરીસા સામે અડધું ખાધેલું સફરજન મૂકેલું દેખાઈ રહ્યું છે. આ સફરજનનો અરીસામાં ખાધેલો ભાગ દેખાતો નથી. તેણે સોશિયલ મીડિયાની જિંદગીની સરખામણી પણ આ સફરજન સાથે કરી.

તેણે પોસ્ટ દ્વારા યુઝર્સને જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર લોકો પોતાની હકીકતની જિંદગીને છુપાવીને વસ્તુઓ શેર કરે છે. અહિ જે દેખાય છે તે સાચું નથી. અહિ હજાર દરેક વ્યક્તિને તેમના જીવનમાં તકલીફો છે. આથી તમને જે દેખાય તેની પર વિશ્વાસ ન કરવો અને ખોટા ભ્રમમાં ન ફસાવો. શિલ્પાએ પોસ્ટમાં લખ્યું કે,સોશિયલ મીડિયામાં ઘણું બધું એવું છે, આપણે જીવીએ છીએ તેવી જિંદગીને ઢાંકી દેવા માટે શેર કરવામાં આવે છે. સંઘર્ષ, તકલીફો, કપરા દિવસો, તૂટેલા દિલ, અસુરક્ષાની ભાવના અન બીજું ઘણું બધું છે જે આરામથી ફિલ્ટરની પાછળ છુપાવી શકાય છે, પણ એક વસ્તુ એવી પણ છે જે પ્રાચીનકાળથી આપણે પહેરીએ છીએ.

વધુમાં તેણે લખ્યું કે, હંમેશાં યાદ રાખો, જે રીતે આપણે આપણી તકલીફો સોશિયલ મીડિયામાં શેર નથી કરતા તેમ લોકો પણ નથી કરતા. કોઈની જિંદગી પરફેક્ટ નથી. મોટાભાગના લોકો સાથે તેમની તકલીફો છે, તેની સામે તેઓ લડી રહ્યા છે.આથી તમે સોશિયલ મીડિયાની આ ઝાળમાં ફસાવો નહિ અને જે પણ તમે જોવો છો તેની પર ભરોસો ન કરો, સાથે તેને તમારા મન અને ભાવનાઓ પર હાવી ન થવા દો. આપણામાંથી કોઈનું જીવન ગુલાબ ભરેલા બેડ જેવું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આપણે બધા સાથે છીએ.

આપણે સાથે મળીને આ માધ્યમને પોઝિટિવ બનાવીએ.એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે એક એવું ‘ગ્રામ’ જેમાં નકારાત્મકતા ઓછી અને સકારાત્મકતા વધારે ‘ગ્રામ’ હોય. મજબૂત રહો, મારા ઈન્સ્ટાફેમ ચલો એક ખુશ અને સ્વસ્થ સમાજ બનાવીએ અને એકવાર ફરીથી પોતાને ખાતરી આપીએ કે આ સમય પણ વીતી જશે, સ્વસ્થ રહો, મસ્ત રહો. 

શિલ્પા શેટ્ટીએ કરેલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ યુઝર્સનેજણાવા માંગે છે કે, સોશિયલ મીડિયા પર લોકો પોતાની હકીકતની જિંદગીને છુપાવીને વસ્તુઓ શેર કરે છે. અહિ જે દેખાય છે તે સાચું નથી. અહિ હજાર દરેક વ્યક્તિને તેમના જીવનમાં તકલીફો છે. આથી તમને જે દેખાય તેની પર વિશ્વાસ ન કરવો અને ખોટા ભ્રમમાં ન ફસાવો. મારા ઈન્સ્ટાફેમ ચલો એક ખુશ અને સ્વસ્થ સમાજ બનાવીએ અને એકવાર ફરીથી પોતાને ખાતરી આપીએ કે આ સમય પણ વીતી જશે, સ્વસ્થ રહો, મસ્ત રહો. 

Related posts

કરિના લાઇમલાઇટમાં રહેવા માટે તૈમૂરની મદદ લે છે : પાયલ રોહતગી

aapnugujarat

એશ સરોગેટ મધર બનવાની તૈયારીમાં

aapnugujarat

મને પર્ફેક્ટ જીવનસાથી મળ્યો તેની ખુશી છે : દેવોલિના ભટ્ટાચાર્જી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1