Aapnu Gujarat
મનોરંજન

મને પર્ફેક્ટ જીવનસાથી મળ્યો તેની ખુશી છે : દેવોલિના ભટ્ટાચાર્જી

ટેલિવિઝનની ગોપી વહુ એટલે કે અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી છેલ્લા થોડા દિવસથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. દેવોલિનાએ ૧૪ ડિસેમ્બરે પોતાના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. લગ્ન બાદ દેવોલિનાને સોશિયલ મીડિયા પર ખાસ્સી ટ્રોલ કરવામાં આવી રહી છે. લગ્ન બાદ દેવોલિનાએ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાત કરી છે. તેણે પોતાના લગ્નજીવન તેમજ ટ્રોલર્સ અંગેના સવાલોના જવાબ આપ્યા છે. લગ્નના ચાર દિવસ થઈ ગયા છે ત્યારે મેરિડ લાઈફ કેવી ચાલી રહી છે? આ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, “તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો તેને પરણીને અત્યંત હર્ષ અનુભવો છો. તમને એવું લાગે છે જાણે એકાએક બધી જ સફળતા મળી ગઈ છે. હું મારા જીવવના સૌથી ખુશહાલ તબક્કામાં છું અને તેમાં યાદો બનાવવા માગુ છું. દરેક વ્યક્તિ માટે લગ્ન ખાસ સમય હોય છે એટલે જ હું મારી આસપાસ પોઝિટિવિટી ઈચ્છું છું. દેવોલિનાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતાં સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. આ મુદ્દે તેણે કહ્યું, “ટ્રોલ્સની મને સહેજ પણ ચિંતા નથી. સમય જતાં હું તેમને નજરઅંદાજ કરવાનું શીખી ગઈ છું. મને એક વાત સમજાઈ ગઈ છે કે, લોકો બોલ્યા કરશે. હું તેમની મરજીથી તો ના ચાલી શકુંને. આ મારી જિંદગીનો મારો નિર્ણય છે. હું ખુશ છું કે મને પર્ફેક્ટ પાર્ટનર મળી ગયો છે. હું રિવાજો નિભાવવામાં એટલી વ્યસ્ત છું કે મારી પાસે સમય જ નથી. નહીં તો ટ્રોલ્સને જવાબ આપીને સારો ટાઈમપાસ થઈ જાત. વિશાલ સિંહ અને દેવોલિના ભટ્ટાચાર્જીની મિત્રતા ખાસ્સી જૂની છે. એક્ટ્રેસની હલ્દી સેરેમની અને લગ્ન વખતે વિશાલ સાથેની તેની તસવીરો અને વિડીયો વાયરલ થતાં લોકોને લાગ્યું હતું કે, તે વિશાલ સાથે લગ્ન કરી રહી છે. પરંતુ જ્યારે દેવોલિનાએ પતિ સાથેની તસવીરો શેર કરી ત્યારે સૌ ચોંકી ગયા હતા. આ વિશે દેવોલિનાએ કહ્યું, “હું અને વિશાલ ખૂબ સારા મિત્રો છીએ. અમારી મિત્રતા એ વાતની સાબિતી આપે છે કે, એક જુવાન છોકરી અને જુવાન છોકરો બેસ્ટ ફ્રેન્ડ હોઈ શકે છે.” ઉલ્લેખનીય છે કે, દેવોલિના અને શાહનવાઝે ૧૪ ડિસેમ્બરે લોનાવલામાં લગ્ન કર્યા હતા.

Related posts

रजनीकांत अस्पताल में भर्ती

editor

કાર્તિક આર્યનના સમર્થનમાં આવ્યા ડાયરેક્ટર અનુભવ સિન્હા

editor

પદ્માવતીને લઇ દરમિયાનગીરી કરવા કેન્દ્ર સરકારનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1