Aapnu Gujarat
Uncategorized

બોલિવૂડમાંથી અનુભવ સિંહાએ રાજીનામું આપ્યું, વાંચો સમગ્ર વિગત

બોલિવૂડમાં સુસાંત સિંહની આત્મહત્યા બાદ  નેપોટિઝ્મ તથા કેમ્પબાજીનો મુદ્દો જોરદારથી ચર્ચાઈ રહ્યો છે. આરોપો, દલીલો,  આમ બોલિવૂડ બે હિસ્સામાં વહેંચાઈ ગયું છે. જયારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર્સ અનુભવ સિંહા, હંસલ મહેતા તથા સુધીર મિશ્રાએ બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું છે

અનુભવ સિંહા  ‘તુમ બિન’, ‘આર્ટિકલ  15’ તથા ‘થપ્પડ’ જેવી ફિલ્મ માટે જાણીતા છે. તેમની ફિલ્મની વાર્તા મુખ્ય મુદ્દાઓની આસપાસ જ જોવા મળતી હોય છે.

સમગ્ર વિગત જોઇએતો અનુભવ સિંહાએ ટ્વીટ કરીને કહ્યું, હવે હું બોલિવૂડમાંથી રાજીનામું આપું છું. હવે આનો જે અર્થ કરવો હોય તે કરો. જોકે, અનુભવના ચાહકો માટે ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે તેઓ ફિલ્મ બનાવવાનું બંધ કરવા નથી. તે માત્ર બોલિવૂડથી દૂર ગયા છે. તેમણે બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું છે પરંતુ પોતાના કામથી નહીં. અનુભવે ટ્વિટર યુઝર્સના સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ફિલ્મ બનાવતા રહેશે. 

જયારે અનુભવનો સપોર્ટ સૌ પહેલાં સુધીર મિશ્રાએ કર્યો હતો અને કહ્યું હતું, બોલિવૂડ શું છે? અમે તો અહીંયા સત્યજીત રે, રાજ કપૂર, ગુરુ દત્ત, બિમલ રૉય, મૃણાલ સેને બનાવેલા સિનેમાથી પ્રેરિત થઈને આવ્યા હતા અને હંમેશાં માટે અહીંયા રહીશું.

અનુભવ સિંહાએ બોલિવૂડમાંથી રાજીનામું આપ્યું છે પરંતુ અનુભવે પોતાના ચાહકોના કેટલાંક સવાલના જવાબમાં કહ્યું હતું કે હવે તેઓ કોઈ અન્ય વૂડના બંધનમાં જોડાશે નહિ

Related posts

વેરાવળમાં CAAના સમર્થનમાં રેલી યોજાઈ

aapnugujarat

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા મહાબીજ નિમીતે જાલેશ્ર્વર મંદિર ખાતે ધ્વજારોહણ

aapnugujarat

સુશાંત-જેકલીનની ડ્રાઈવ ફિલ્મનું શુટીંગ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1