Aapnu Gujarat
Uncategorized

સુશાંત-જેકલીનની ડ્રાઈવ ફિલ્મનું શુટીંગ શરૂ

રોમાન્સ ફિલ્મ રાબ્તામાં કામ કર્યા બાદ સુશાંત હવે જેક્લીન સાથે ડ્રાઇવ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. ફિલ્મનું શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ શુટિંગ વહેલી તકે પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ જોડી પ્રથમ વખત દેખાશે એક નવી ફ્રેશ જોડી નજરે પડનાર છે. મળેલી માહિતી મુજબ સુશાંતસિંહ રાજપૂત અને જેકલીન પ્રથમ વખત એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ બંનેએ પોતાની આગામી ફિલ્મ ડ્રાઈવ માટેનું શુટીંગ શરૂ કરી દીધું છે. આ બંનેએ ફિલ્મના શુટીંગમાં સામેલ હોવાની જાહેરાત કરી દીધી છે. ફિલ્મના નિર્માતા કરણ જૌહરે પણ ટ્‌વીટર ઉપર ફિલ્મના મુહુર્ત શોટને લઈને માહિતી આપી છે. આ ફોટોમાં સુશાંત અને જેકલીન નજરે પડે છે. કરણ જૌહરે ફોટાના કેપ્સનમાં લખ્યું છે કે ફ્રેન્ચાઈસીઝ ફનની શરૂઆત થઈ રહી છે. તરૂણ મનસુખાની દ્વારા નિર્દેશિત અને સુશાંત તથા જેકલીન દ્વારા અભિનેત આ ફિલ્મનું શુટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સિરિઝની આ પ્રથમ ફિલ્મ રહેશે. ડ્રાઈવ સિરિઝ હેઠળ કરણ જૌહર ઓછામાં ઓછા ત્રણ ફિલ્મો બનાવવાની યોજના ધરાવે છે.
આ તમામ ફિલ્મો રોમાન્સ સાથે ભરપુર એકશન થ્રીલર ફિલ્મ રહેશે. એમ માનવામાં આવે છે કે હિટ ફ્રેન્ચાઈસીઝ ધૂમને પડકાર ફેંકવાને હેતુસર આ ડ્રાઈવ સિરિઝની શરૂઆત કરવામાં આવી રહી છે.
કરણ જૌહર સાથે લાંબા સમય બાદ તરૂણ મનસુખાની કામ કરી રહ્યા છે. ૨૦૦૮માં આવેલી કરણ જૌહરના પ્રોડકશન હાઉસની હિટ ફિલ્મ દોસ્તાનાથી બોલિવુડમાં નિર્દેશક તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર તરૂણ મનસુખાની કરણ જોહર સાથે કામ કરવાને લઈને ભારે ઉત્સુક છે. દોસ્તાના ફિલ્મમાં અભિષેક બચ્ચન, જ્હોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં નજરે પડ્યા હતા. હવે સુશાંત અને જેકલીનને લઈને નવી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યું છે.

Related posts

ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો

aapnugujarat

અમિત શાહ આજે અમદાવાદમાં કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે

editor

ગીર સોમનાથ જિલ્લાનાં લોકોને નર્મદા મહોત્સવમાં જોડાવા તક : કાવ્ય-નિબંધ, સ્લોગન સ્પર્ધામાં ભાગ લેવા તા. ૨પ જુલાઈ સુધીમાં www.narmadamahotsav.gujrat.gov.in પર નામ નોંધાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1