Aapnu Gujarat
મનોરંજન

ઘણા નવા નિયમો બાદ ખુલી શકે છે થિયેટર્સ, જાણી લો નવા નિયમો

કોરોનાને કારણે અત્યારે દેશના તમામ સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ બંધ છે. બોલિવૂડની તમામ મોટી ફિલ્મો હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. જેનાથી દેશના મોટા સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. મલ્ટીપ્લેક્સ દાવો કરી રહ્યાં છે કે, થિયેટરમાં આવનાર દરેકને સુરક્ષિત વાતાવરણ આપવામાં આવશે અને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે.


કાર્નિવલ સિનેમાએ જણાવ્યું કે અહીં આવનાર દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત હશે, સ્ટાફ સંપૂર્ણ સુરક્ષા સાથે લોકોને સેવા આપશે. ફૂડ ડિસ્પોઝલમાં અને અલ્ટ્રાવાયલેટ કેબિનેટમાં ડિસઈન્ફેક્ટ કરીને આપવામાં આવશે. સાથે જ ફૂડ અને અન્ય વસ્તુઓ માટે પેમેન્ટ કેશલેસ હશે. સિનેમાહોલમાં એવા ચેન્જિસ કરવામાાં આવી રહ્યાં છે જેનાથી વધુને વધુ ફ્રેશ એર અંદર આવી શકે.

જો તમે પરિવાર સાથે ફિલ્મ જોવા જઈ રહ્યાં છો તો એકસાથે બેસી શકશો નહીંતર તમને એક સીટ છોડીને બેસવું પડશે.


સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સના નવા નિયમો :-

• વન સીટ ગેપ સીટિંગ
• ટચલેસ ટોયલેટ
• રો વાઈઝ એગ્ઝિટ
• ટચલેસ ટિકિટ કાઉન્ટર વ્યવસ્થા
• આખા થિયેટરમાં હેન્ડ સેનિટાઈઝર, સેનિટાઈઝેશન મશીન હોવું જરૂરી
• કેશલેસ અને ટચલેસ પેમેન્ટ
• સોશિયલ ડિસ્ટન્સિંગ માટે બે મીટર પર ફૂટ માર્કર
• દરેક શો બાદ હોલને સેનિટાઈઝ કરવું
• તાપમાન ચેક કરવાની મશીન
• આરોગ્ય સેતૂ એપ ફરજિયાત

Related posts

साउथ के सुपरस्टार राम चरण ने खरीदा ३८ करोड़ का घर

aapnugujarat

સલમાન રેસ-૩ ફિલ્મના શુટિંગમાં ફરી વ્યસ્ત

aapnugujarat

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1